આતંકના સંદર્ભે પાકિસ્તાન સિરિયા કરતા વધુ ખતરનાક,ત્રાસવાદીઓને પાકિસ્તાનનો ખુલ્લો ટેકો છે!
આતંકના સંદર્ભે પાકિસ્તાન સિરિયા કરતા વધુ ખતરનાક,ત્રાસવાદીઓને પાકિસ્તાનનો ખુલ્લો ટેકો છે!
દુનિયા અને માનવતાને આતંકવાદથી મળી રહેલા પડકારોની વાત કરવામાં આવે તો પાકિસ્તાન સિરિયા કરતા ત્રણ ગણું વધુ ખતરનાક છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી એન્ડ સ્ટેટેજીક ફોરસાઈટના અભ્યાસમાં આ મુજબની બાબત સપાટી પર આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ત્રાસવાદી કેમ્પો અને તેમને સુરક્ષિત મદદ કરનાર દેશોની યાદીમાં પાકિસ્તાન ટોપ ઉપર છે. ત્રાસવાદના મામલામાં પાકિસ્તાન સિરિયા કરતા વધારે ખતરનાક છે. આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય સમુદાય માટે અફઘાનિસ્તાન તાલિબાન એક છે અને લશ્કરે તોયબા સૌથી ખતરનાક ત્રાસવાદી સંગઠન તરીકે છે. આ સંગઠનોની પાકિસ્તાનમાં મજબૂત રીતે ઉપસ્થિતિ છે. યુમીનીટી એટ રિસ્ક ગ્લોબ ટેરર થ્રેટ ઈન્ડીકેટ નામના ટાઈટલ સાથેના અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન વૈશ્વિક આતંકવાદને જન્મ આપનાર અને તેના સમર્થન કરનાર દેશોની યાદીમાં સૌથી આગળ છે. આ દ્રષ્ટીથી પાકિસ્તાનની આતંકવાદી ગતિવિધિ સિરિયાની તુલનામાં માનવતા માટે ત્રણ ગણી વધારે ખતરનાક છે. સિરિયમાં ઈસ્લામિક સ્ટેટના ત્રાસવાદીઓની ઉપસ્થિતિ વૈશ્વિક સમુદાય માટે એક ખતરારૂપ ગણવામાં આવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે સિરિયમાં ઈસ્લામિક સ્ટેટ ત્રાસવાદીઓની ઉપસ્થિતિ ખતરનાક બની રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જા સૌથી ખતરનાક આતંકવાદી સંગઠનોમાં ધ્યાન આપવામાં આવે તો આંકડાના આધાર ઉપર અમે જાઈ શકીએ છે કે આમાંથી મોટાભાગના પાકિસ્તાનમાં છે અથવા તો પાકિસ્તાન તેમની મદદમાં છે. અફઘાનિસ્તાનમાં પણ ત્રાસવાદી સંગઠનોની ઉપસ્થિતિ છે જેમને પાકિસ્તાનનું સમર્થન મળેલું છે. ૨૦૦થી ત્રાસવાદી સંગઠનોમાં અભ્યાસ કરાયો છે.
નૈતિક સમાચાર (NS NEWS)