ગુજરાત

સ્ટેચુ ઓફ યુનિટી જોવા જતા પરિવાર ને અકસ્માત નડ્યોનર્મદાના રાજપીપળામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

નર્મદાના રાજપીપળામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટના બની છે રાજપીપળા કુંવરપરા વિસ્તારમાં. જ્યાં પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ડ્રાઈવરે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા કાર ઉછળીને ડિવાઈડર સાથે અથડાઈ હતી.


અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
માહિતી આધારે રાજપીપળા નજીક કુંવરપુરા ગામ પાસે હાઈવે પર એક કાર ડિવાઇડર સાથે ધડાકા ભેર ભટકાતા ડિવાઇડર ઉપર ચઢી જતા ડિવાઈડર કુદાવીને પાંચ ગુલાટઓ મારતી કાર પાંચ ફૂટ હવામાં ફંગોળાઈ જતા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં મહારાષ્ટ્રના પાંચ જેટલા પરિવાર જનોને ગંભીર ઇજાઓ પહોંચતા તમામને રાજપીપળા સિવિલમાં ખસેડાયા. બનાવની વિગતો અનુસાર મુંબઇ ના પાનવેલ થી પાંચ જેટલા મહારાષ્ટ્રીયન પરિવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પોતાની કાર નંબર એમ.એચ 46 એ પી 3236 લઈને અશોકકુમાર વાડીલાલ અને તેમનો પરિવાર સ્ટેચ્યુ જોવા નીકળ્યા હતા. તેમની કાર રાજપીપળા થી બે કિમી દૂર કુંવરપુરા ગામ પાસે હાઈવે રોડ પરથી પસાર થતી હતી, ત્યારે રુદ્રાક્ષ પેટ્રોલ પંપ પાસે થી પસાર થઈ રહી હતી, ત્યારે સામેથી બીજી એક કાર રોંગ સાઇડથી અંદર આવી રહી હતી. ત્યારે તેને બચાવવા જતાં કાર ચાલકે પોતાની કારણે ડિવાઈડર ઉપર ચઢાવી દઇ હતી અને કાર ડિવાઇડર કુદાવીને પાંચ ગુલાંટો મારી કાર પાંચ ફૂટ હવામાં ફંગોળાઈ હતી, જેમાં મહારાષ્ટ્રના પરિવાર ને નડેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચને ગંભીર ઈજાઓ થઈ હતી કારનો આગળથી ભૂક્કો બોલી ગયો હતો. જોકે ઘટના સ્થળે સ્થાનિકો અને રાહદારીઓ માં ટોળા જામી ગયા હતા, ઇજાગ્રસ્ત પરિવારને તાત્કાલીક 108 ની જાણ કરતા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં 108 દ્વારા ખસેડવામાં આવ્યા હતા. સદભાગ્યે પાંચેય જણાનો અદ્ભુત બચાવ થયો હતો.આ અંગે રાજપીપળા પોલીસે અકસ્માતનો બનાવ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નૈતિક સમાચાર(NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button