ડાકોર સેવાલીયા રોડ પર બસ અને ક્રેન વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો,
ડાકોર સેવાલીયા રોડ પર ગંભીર અકસ્માત,10થી 15 લોકો ઈજાગ્રસ્ત,3 લોકો ગંભીર ઘાયલ
ખેડા જિલ્લાના ડાકોર -સેવાલિયા માર્ગ પર ગુરુવારે મોડી સાંજે એસટી બસ અને વિશાળકાય ક્રેઇન વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક અહેવાલો અનુસાર આ ગમખ્વાર અકસ્માતમાં ૧૦થી ૧૫ વ્યકિતઓ ઈજાગ્રસ્ત અને 3 લોકોની હાલત ગંભીર હોવાની આશંકા સેવાઇ રહી છે. એસટી બસ દાહોદ ડેપોની હોવાનું જાણવા મળે છે. ઇજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં સારવાર ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ કાબૂમાં કરવાના પ્રયત્નો કરી રહી છે.
4 દિવસ અગાઉ આ રોડ પર અકસ્માત સર્જાયો હતો જેમાં 4 લોકોના મોત થયા હતા. ત્યારે વધુ એક અકસ્માત આજે (ગુરૂવાર) સર્જાતા અરેરાટી મચી જવા પામી છે. એસ.ટી. બસ અને ક્રેન વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં ક્રેન બસમાં ઘુસી ગઇ છે. આ અકસ્માતમાં એકનું મોત થયું છે જ્યારે 10થી વધુ ઇજાગ્રસ્ત થયાની સંભાવના છે. જેમાંથી 9 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મહત્વનું છે કે, દુર્ઘટના સર્જાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી છે. જ્યારે પોલીસ અને સ્થાનિકો દ્વારા બચાવ કામ શરૂ કરાયું છે. મહત્વનું છે 108 એમ્બ્યુલન્સની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે.અચાનક ક્રેઈન સામેથી આવતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.
નૈતિક સમાચાર (NS NEWS)