અનુપમ સિનેમા પાસે ગાંજા સાથે પિતા-પુત્રની ધરપકડ રીક્ષા ડ્રાઇવીંગની આડમાં ગાંજો વેચતા હતા
અનુપમ સિનેમા પાસે ગાંજા સાથે પિતા-પુત્રની ધરપકડ રીક્ષા ડ્રાઇવીંગની આડમાં ગાંજો વેચતા હતા
એસઓજી ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરના ખોખરા અનુપમ સિનેમા પાસેથી ગાંજાના જથ્થા સાથે આરોપી પિતા-પુત્રને ઝડપી લેતાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી તેમની વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. રીક્ષા ડ્રાઇવીંગની આડમાં બંને પિતા -પુત્ર ગાંજાનું વેચાણ કરતા હતા. આરોપી પિતા-પુત્ર ગાંજાનો જથ્થો ખોખરામાં જ સલાટવાડમાં રહતી મહિલા પાસેથી લાવી વેચતા હતા. જેને પગલે હવે પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલી મહિલા અને તેના પુત્રની શોધખોળ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, એસઓજી ક્રાઈમની ટીમે બાતમીના આધારે હીરાલાલ કોષ્ટી (ઉ.વ.૫૭) અને તેનો પુત્ર સુનિલ કોષ્ટી (ઉ.વ.૨૦, બને રહે. ખોખરા)ને ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા પાસેથી ૧૮ કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધા હતા. તેઓની પુછપરછ કરતા બંન્ને પિતા-પુત્રની સઘન પૂછપરછ કરતા આ ગાંજા ખોખરાના સલાટવાડ ખાતે રહેતી મદીના શેખ નામની મહિલા પાસેથી ખરીદયો હતો. મદીના પોતાના પુત્ર અજુ મારફતે સુરતથી લાવતી હતી. તેઓ ઘરમાં ગાંજો રાખી અને વેચાણ કરતા હતા. મહિલા પાસેથી ગાંજાનો જથ્થો ખરીદયા બાદ રીક્ષાની આડમાં બંને પિતા-પુત્ર ગાંજાનું વેચાણ કરતાં હતા. પોલીસે હવે આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે અને તેના વેચાણનું નેટવર્ક કયાં સુધી ફેલાયેલું છે તે સહિતના મુદ્દાઓની તપાસ શરૂ કરી છે.
નૈતિક સમાચાર (NS NEWS)