ગુજરાતદેશ દુનિયા

વડોદરાના છાણી વિસ્તારમાં L&T ની જૂની બિલ્ડીંગ ધરાશાયી, 1 નું મોત,ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

વડોદરાના છાણી વિસ્તારમાં L&T ની જૂની બિલ્ડીંગ ધરાશાયી, 1 નું મોત,ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

વડોદરાના છાણી વિસ્તારમાં આવેલ 8થી 10 વર્ષ જૂનું ચાર માળનું L&Tની બિલ્ડિંગ તોડવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ બિલ્ડિંગ ધરાશાયી થઇ હતી. જેને લઇને આશરે 5 લોકો દટાયા હતા. જોકે 3 જેટલા લોકોને કાટમાળમાંથી સુરક્ષિત બહાર કઢાયા છે. ત્રણેયને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે એકનું મોત નિપજ્યું છે. હાલ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, ફાયરવિભાગની ટીમ દ્વારા કાટમાળમાંથી 3 લોકોને બચાવી લેવાયા હતા. સાથે 108ની ટીમ પણ ઘટનાસ્થળે હાજર રહી હતી. આ દુર્ઘટનાને લઇને લોકોના ટોળા એકત્રિતથયાહતા.

ઉલ્લેખનીય છે કે ઘટના બનતા પોલીસ, ફાયરવિભાગ, એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યારે L&T કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. કંપની દ્વારા કોઇ પણ પ્રકારની સુરક્ષા આપ્યા વિના જ કર્મચારીઓ પાસેથી કામ કરાવાઇ રહ્યું હોવાનું સામે આવ્યું છે.

છાણી જકાતનાકા પાસે આવેલી એલ. એન્ડ ટી. કંપનીની જર્જરીત ઇમારત ધરાશાયી થવાના બનાવમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે, આ બનાવમાં આશરે 5 જેટલાં મજૂરો ઇમારતના કાટમાળમાં દબાયેલા હોવાની આશંકાને પગલે એન. ડી. આર. એફ.ની મદદ રેસ્ક્યૂ ઓપરેશનમાં 3 જેટલા લોકો નું રેકયું કરી સારવાર અર્થે મોકલ્યા હતા,

ગંભીર રીતે ઘવાયેલ 47 વર્ષિય કૈફુલ ભુરેખાન પઠાણ કાટમાળમાંથી મળી આવ્યા હતાં. તેમનાં પગ કાટમાળમાં ગંભીર રીતે છુંદાઈ ગયા હતાં. ગંભીર રીતે ઘવાયેલા કૈફુલ ભુરેખાન પઠાણને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જોકે, સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નિપજ્યું હતું. વધુ માં બનાવ બાદ પહેલા માળેથી કૂદકો મારનાર ભ્રમરસિંહ માતાસિંહ યાદવનું રેસ્ક્યૂ કરાયું હતું અને તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

કમીશનરના જણાવ્યા અનુસાર, આ ચાર માળનું બિલ્ડિંગ જૂનું હતું જેથી તેને ઉતારી પાડવાની કામગીરી ચાલી રહી હતી. જે દરમિયાન આ બિલ્ડિંગ ધરાશાયી થઇ ગયું હતું. આ બિલ્ડિંગમાં જે મજૂરો બિલ્ડિંગ તોડાવનું કામ કરી રહ્યા હતા તે મજૂરો દટાયા હતા.

 

આર્યનસિંહ ઝાલા

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button