ગુજરાત

વેસ્ટ કેમિકલ છોડવાના અનેક આક્ષેપો થયેલ ખંભાત કલમસર ની રોહન ડાઈઝ કંપની માં ભીષણ આગ,

વેસ્ટ કેમિકલ છોડવાના અનેક આક્ષેપો થયેલ ખંભાત કલમસર ની રોહન ડાઈઝ કંપની માં ભીષણ આગ,

 

અચાનક આગ લાગતા કંપની માં નાસભાગ મચી જવા પામી હતી, સલામતી ના અભાવે આગ ની ઘટના બનવા પામી હતી, ખંભાત તાલુકાના કલમસર પાસે આવેલી રોહન ડાઇઝ કેમિકલ કંપનીમાં સવારે આગ લાગવાની ઘટના બની હતી.

આગ એટલી વિકરાળ હતી કે, આગના લાગવાના કારણે ધુમાડાઓ ગોટે ગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા.

ઘટના પગલે ફાયર વિભાગના ફાયર ફાયટરો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આ ઘટનામાં માહિતી આધારે લાખો રૂપિયા નો સમાન બળી ને ખાખ થઈ ગયેલ,લાખો નું નુકસાન કંપની ને થયેલ,

વધુ માં છેલ્લા કેટલાક સમય થી કલમસર ખાતે આવેલ 2 કંપનીઓ પ્રદુષણ ફેલાવવા ના મામલે ચર્ચા માં રહી ચુકી છે, એક જય કેમિકલ અને બીજી રોહન ડાઈઝ કંપનીઓ દ્વારા અનેક વખત થી માહિતી આધારે આ બંને કંપનીઓ દવારા પોતાનું કેમિકલ વેસ્ટ પાણી પાઇપ લાઇન દ્વારા દરિયા માં છોડવાનું ગેરકાયદેસર કામ કરી રહ્યા હતા, પર્યાવરણ બચાવો જમીન બચાવો સમીતી દ્વારા પ્રદુષણ બોર્ડ માં ફરિયાદ કરવાથી આ કંપનીઓ દ્વારા પ્રદુષણ ફેલાવવામાં થોડા દિવસ નિયંત્રણ કરવામાં આવ્યું હતું, થોડા સમય બાદ GPCB ની આખો માં ધૂળ નાખી રાબેતા મુજબ પ્રદુષણ કરવાનું ચાલુ રાખ્યું છે એવી માહિતી મળેલ છે,

રોહન ડાઈઝ કેમિકલ કંપની માં સદનસીબે કોઈ માનવ ને નુકસાન પોહચ્યું ન હતું, પરંતુ આગ લાગવાના કારણે આજુ બાજુમાં કેટલાય લોકો ના જીવ તારવે ચોટી ગયેલ, સ્થાનિકો ના ભય નો માહોલ ઉભો થયેલ,

રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button