ગુજરાત

દિવાળી પર વર્તમાન ભાડા મુજબ વધારાની બસ દોડશે, નિગમ દ્વારા ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કર્યું.

દિવાળી પર વર્તમાન ભાડા મુજબ વધારાની બસ દોડશે, નિગમ દ્વારા ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કર્યું.

દિવાળી આડે ગણતરીના દિવસો છે ત્યારે લોકોને સુવિધા આપવાના હેતુસર ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા વધારાની બસો દોડાવવાનું આયોજન કર્યું છે. નિગમ ધ્વારા ગત વર્ષે દિવાળીના તહેવારો દરમ્યાન સુરત ખાતેથી ૯૦૦ બસોનું આયોજન કરી ૧૦૪૮ ટ્રીપો થકી એકસ્ટ્રા સંચાલન હાથ ધરવામાં આવેલ. તે મુજબ ચાલુ વર્ષે પણ મુસાફરોને પોતાના વતનમાં જવા માટે સુરત ખાતેથી ૧ર૦૦ બસો થકી ૧પ૦૦ થી વધુ ટ્રીપોનું સામાન્ય સંચાલન ઉપરાંત વધારાનું તહેવારલક્ષી એકસ્ટ્રા સંચાલન હાથ ધરવામાં આવનાર છે. જેમાં મુખ્યત્વે સુરતથી સૌરાષ્ટ્ર, પંચમહાલ અને ઉત્તર ગુજરાતના વિવિધ સ્થળો માટે તાઃ-રર/૧૦/૧૯ થી તાઃ-ર૭/૧૦/૧૯ ની મધ્યરાત્રીના ર૪ઃ૦૦ કલાક સુધી એકસ્ટ્રા બસોનું સંચાલન બસ સ્ટેશન સિવાય અન્ય જગ્યા લંબે હનુમાન રોડ વરાછા, સુરતથી કરવામાં આવનાર છે. વધુમાં સુરત, ભરૂચ અને વલસાડ ખાતેથી મહારાષ્ટ્ર રાજયના લાંબા અંતરના વિવિધ રૂટોનું સંચાલન તથા અમદાવાદ થી રાજસ્થાન રાજયના માઉન્ટ આબુ અને સુન્ધામાતા જેવા રૂટો ઉપર સામાન્ય સંચાલન ઉપરાંત વધારાનું તહેવારલક્ષી સંચાલન હાથ ધરવામાં આવનાર છે.
સાથે સાથે નિગમના અન્ય વિભાગો ધ્વારા પણ દાહોદ, ગોધરા, ઝાલોદ, અમદાવાદ, રાજકોટ, સુરત, ભુજ અને વડોદરા જેવા શહેરો માટે મુસાફરોના ધસારાને ધ્યાને લઈ વિવિધ રૂટો માટે ૩૦૦ વાહનો થકી એકસ્ટ્રા સંચાલન કરવામાં આવનાર છે. જેનો સીધી બસ સેવાનો લાભ મુસાફરો મેળવી શકશે. તમામ એકસ્ટ્રા સંચાલન અન્વયેની સર્વિસો માટે કાઉન્ટર ઉપરાંત ઉપરથી મુસાફરો ઓનલાઈન બુકીંગ પણ કરી શકશે.

 

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button