બોગસ ચલણી નોટોના કૌભાંડનો પર્દાફાસ કરતી એસ.ઓ.જી. વડોદરા શહેર
બોગસ ચલણી નોટોના કૌભાંડનો પર્દાફાસ કરતી એસ.ઓ.જી. વડોદરા શહેર
રૂ.૫૦૦/- ની કુલ-૧૭૫ નોટો કિ.રૂ.૮૭,૫૦૦/- ની બનાવટી ચલણી નોટો સાથે કુલ-૨ ઇસમોની એસ.ઓ.જી. વડોદરા શહેર દવારા ધરપકડ
માનનીય પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંઘ ગહલૌત સાહેબ તરફથી એ.ટી.એસ. ચાર્ટરની કામગીરી તેમજ હાલમાં ચાલતા તહેવારો અનુસંધાને શહેર વિસ્તારમાં આવેલ બજારો તેમજ ભીડભાડવાળી જગ્યાઓમાં સઘન ચેકીંગ કરી ગુનાહિત માહિતી મેળવી કાયદેસરની કાર્યવાહી કરવા કરેલ માર્ગદર્શન / સુચન આધારે. આજરોજ તા.૨૩/૧૦/૧૯ ના રોજ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ.ચૌહાણ એસ.ઓ.જી. નાઓની દોરવણી હેઠળ પો.કો. જયેશકુમાર કાળુભાઇ નાઓને બાતમી મળેલ કે “વડોદરા શહેરના અભિષેક સુર્વે તથા તેનો સાગરીત બન્ને સંગમ ચાર રસ્તાથી ધવલ ચાર રસ્તા પાસે આવેલ HDFC બેંકની આજુ બાજુમાં ઉભા છે અને તેઓ પાસે ભારતીય બનાવટની બનાવટી ચલણી નોટો છે અને માર્કેટમાં ઘુસાડવા માટે પ્રયત્નો કરી રહેલ છે. ” તે મુજબની મળેલ બાતમી આધારે સંગમ ચાર રસ્તા, ધવલ ચાર રસ્તા પાસે આવેલ HDFC બેંક પાસેથી કુલ-ર ઇસમોને ઝડપી પાડેલ છે.
પકડેલ આરોપીઓના નામ સરનામા તથા ધંધો
(૧) અભિષેક વિવેકભાઇ સુર્વે ઉ.વ.૩૨ રહે.૧૮, પુંડલીક ડુપ્લેક્ષ, સીગ્નશ સ્કુલ પાછળ, હરણી રોડ વડોદરા શહેર ધંધો- મોલ્ડ સ્ટીલ ટ્રેડીંગનું કામ કરે છે. અને એમ.એસ.યુનિ.માં બી.કોમ સુધીનો અભ્યાસ કરેલ છે. (ર) સુમીત મુરલીધર નમ્બીયાર ઉ.વ.૩૨ રહે.સી/૮, અવિનાશ સોસાયટી, વિજયનગર પાસે સંગમ વડોદરા શહેર, ધંધો ફ્રીજ, એ.સી. રીપેરીંગનું કામ કરે છે. અને રોઝરી સ્કુલમાં ધોરણ-૧૨ પાસ સુધીનો અભ્યાસ કરેલ છે.
*આરોપીઓ પાસેથી કબજે કરેલ મુદામાલ*
આરોપી નં.(૧) પાસેથી રૂ.૫૦૦/-ના દરની બનાવટી ચલણી નોટો કુલ નંગ-૧૫૨ કિ.રૂ.૭૬,૦૦૦/- જેની કિ.રૂ.૦૦/૦૦ તથા યામાહા મોટર સાયકલ નં.જી.જે.૬.એસ.૪૧૦૦ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા રોકડા રૂ.૧૪૦૦/- નં.(ર) પાસેથી રૂ.૫૦૦/-ના દરની બનાવટી ચલણી નોટો કુલ નંગ-૨૩ કિ.રૂ.૧૧,૫૦૦/- જે કિ.રુા.૦૦/૦૦.
નોંધાયેલ ગુનાની વિગત
વારસીયા પો.સ્ટે.ફ.ગુ.ર.નં. ૬૨/૧૯ ઇ.પી.કો. કલમ ૪૮૯ (ક),(ખ),(ગ),(ઘ), ૧૨૦(બી) તથા ૧૧૪ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.
આરોપીની એમ.ઓ
દેશના અર્થતંત્રમાં બનાવટી ચલણી નોટો ઘુસાડી પોતાને આર્થિક ફાયદો મેળવવા માટે.
આરોપીઓનો રોલ
આરોપી નં.(૧) અભિષેક વિવેકભાઇ સુર્વે બનાવટી ચલણી નોટો આરોપી નં.(ર) સુમીત મુરલીધર નમ્બીયારને આપેલ હતી અને તે બનાવટી નોટોને બજારમાં નાની મોટી ખાણી પીણીની દુકાનો તથા દુકાનોમાં છુટા કરવાનો હતો. આરોપી અભિષેક સુર્વેને આ બનાવટી ચલણી નોટો રાજકોટ/સુરત ખાતે રહેતો કુલદિપ રાવલ નામનો ઇસમ તેને ૧૦ દિવસ અગાઉ અમીતનગર ખાતે આવીને રૂ.૮૭,૫૦૦/- આપેલ હતા.
*સારી કામગીરી કરનાર અધિકારીઓ/ કર્મચારીઓ*
શ્રી એચ.એમ.ચૌહાણ, ઇન્ચાર્જ પો.ઇન્સ., એ.એસ.આઇ.શાંતિલાલ વાલજીભાઇ, હે.કો. હેમંત તુકારામ, હે.કો.હેમરાજસિંહ ઇન્દ્રસિંહ, કમાલુદીન હબીબમીયાં, હે.કો. રોહીત રામાભાઇ, પો.કો. જયેશકુમાર કાળુભાઇ, પો.કો. રાજેશ રામસિંહ, પો.કો.આશીષપુરી મનસુખપુરી, પો.કો. જયકિશન સોમાજીનાઓએ એ.ટી.એસ.ચાર્ટરનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.
આમ, આ આરોપીઓ પોતાની કળા બતાવી સામાન્ય માણસોને છેતરે તે પહેલા અને ગંભીર અને ખતરનાક ઈરાદાઓ મોટુ સ્વરૂપ ધારણ કરે તે પહેલા એચ.એમ.ચૌહાણ, ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર અને ટીમ એસ.ઓ.જી. દવારા આરોપીઓની ધરપકડ કરી તમામ મુદામાલ કબ્જે કરતા ગુનો શોધાયેલ છે અને સામાન્યઓ પ્રજા મોટા સંકટમાંથી ઉગરી છે.
ઉ૫રોકત ગુનાની વધુ તપાસ એચ.એમ.ચૌહાણ ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.ઓ.જી. વડોદરા શહેર દવારા હાથ ધરવામાં આવેલ છે.