ગુજરાત

અંકલેશ્વર / 2 મિનિટમાં પહેલા ફેક્ટરી માલિક ઉતર્યાને ડમ્પરે ટક્કર મારી કારનો ખુરદો બોલાવી દીધો

અંકલેશ્વર / 2 મિનિટમાં પહેલા ફેક્ટરી માલિક ઉતર્યાને ડમ્પરે ટક્કર મારી કારનો ખુરદો બોલાવી દીધો

પાનોલી જીઆઇડીસીમાં અંકલેશ્વરના ફેક્ટરી માલિક પોતાની કાર પાર્ક કરીને માત્ર 100 મીટર ચાલ્યા અને રસ્તાની બાજુમાં પાર્ક કરેલી કારને ડમ્પર ચાલકે ટક્કર મારતા કારનો ખુરદો વળી ગયો હતો. માત્ર બે મિનીટ માટે ફેક્ટરી માલિકનો જીવ બચી ગયો હતો. જો ફેક્ટરી માલિક માત્ર બે મિનિટ મોડા પહોંચ્યા હોત તો તેમનો જીવ બચ્યો ન હોત.
100 મીટર ચાલ્યા અને ધડાકાનો અવાજ સંભળાયો
અંકલેશ્વરની ચીકુવાડી સોસાયટીમાં રહેતા અને પાનોલી જીઆઇડીસીમાં આઇસ ફેક્ટરી ચલાવતા અસલમભાઇ ઇકબાલભાઇ ખેરાનીને ફેક્ટરીના કામદારો રાત્રીના સમયે સૂઇ જતા હોવાની માહિતી મળી હતી. જેથી અસલમભાઇ ગત રાત્રે દોઢ વાગ્યે આઇસ ફેક્ટરીની સરપ્રાઇઝ ચેકિંગ કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં રોડની બાજુમાં સર્વિસ રોડ પર કાર પાર્ક કરીને તેઓ ફેક્ટરી તરફ ચાલતા જઇ રહ્યા હતા. અસમલભાઇએ 2 મિનિટ બાદ 100 મીટર જેટલુ અંતર કાપ્યું હતું, તે સમયે અચાનક જ ધડાકાનો અવાજ સંભળાયો હતો. જેથી તેઓ તુરંત જ પોતાની કાર તરફ પાછા વળ્યા હતા. અને ત્યાં જઇને જોયું તો ડમ્પરે કારને ટક્કર મારી દીધી હતી. અને તેમની આખી કારનો ખુરદો વળી ગયો હતો. જોકે 2 મિનિટ માટે તેમનો જીવ બચી ગયો હતો.
સદનસીબે મારો જીવ બચી ગયો
આઇસ ફેક્ટરીના માલિક અસલમભાઇ ખેરાનીએ જણાવ્યું હતું કે, મારી ફેક્ટરીમાં વર્કર રાત્રીના સમયે સૂઇ જતા હોવાની ફરિયાદ મળતા હું ચેકિંગ કરવા ગયો હતો. ત્યારે હું કાર પાર્ક કરીને ગયા બાદ 2 મિનિટમાં જ ડમ્પરે મારી કારને ટક્કર મારી હતી. અકસ્માતમાં મારી કાર ટોટલ લોસ થઇ ગઇ છે, પરંતુ સદનસીબે મારો જીવ બચી ગયો છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button