ભાજપ ના કોર્પોરેટર ની ગાડી માંથી દારૂ નો જથ્થો ઝડપાયો ! ભાજપ ના નામે બુટલેગરો બેફામ ?
વડોદરા ના પાદરા નગર પાલિકા ભાજપ ના કોર્પોરેટર ભાવેશ (લાલો) ચંદ્રકાન્ત પટેલ ની કાર માંથી ઝડપાયો વિદેશી શરાબ નો જથ્થો.
ભાવેશ (લાલો) ચંદ્રકાન્ત પટેલ પાલિકા ના કોર્પોરેટર તેમજ એપીએમસી ના સરકાર નિયુક્ત સભ્ય પણ છે,
પાદરા વડોદરા હાઇવે પર કાર રોકતા મળી આવ્યો વિદેશી શરાબ નો જથ્થો,
વડોદરા એલ સી બી એ ઝડપી પાડ્યો, પોલીસને જોઈ ઉંચો-કદાવર લાલુ દીવાલ કૂદી ને ભાગી છૂટયો હતો.પોલીસને ચોપડે વોન્ટેડ આરોપી ભાવેશ (લાલો) ચનદ્રકાંત પટેલ ની જે કાર માં દારૂ પકડાયો એ કાર કોઈ અન્ય ના નામે,
ભાજપ ના નામે બુટલેગરો બેફામ બન્યા ! ભારતીય જનતા પાર્ટી હવે લાલુ ઉર્ફે ભાવેશને ચંદ્રકાન્ત પટેલ ને સસ્પેન્ડ કરશે ખરી??
પાદરા પોલીસ ચોપડે લિસ્ટેડ બૂટલેગર તરીકે નોંધાયેલો ભાવેશ ઉર્ફે લાલો ચંદ્રકાન્ત પટેલ, અપક્ષ ઉમેદવાર તરીકે નગર પાલિકાની ચૂંટણી લડીને કાઉન્સિલર બન્યો હતો. બાદમાં લિસ્ટેડ બૂટલેગરને ભાજપાએ કેસરીયો ખેસ પહેરાવી પોતાના પક્ષમાં સમાવી લીધો હતો. અને ભાજપી અગ્રણીઓના આર્શિવાદથી જ લાલો હાલ પાદરા એ.પી.એમ.સી.નો ડિરેક્ટર બન્યો છે.
પાદરા પોલીસે ભાવેશ પટેલની કારમાંથી વિદેશી દારૂની 51 બોટલ (કિં. 36,180) અને કાર મળી કુલ 10,36,180નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ કાર છોડીને ભાગી ગયેલા ભાવેશ પટેલ સામે પ્રોહીબિશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નૈતિક સમાચાર(NS NEWS)