દિવાળી અને નુંતન વર્ષ ની શુભકામનાઓ : નૈતિક સમાચાર (NS NEWS ) તરફ થી શુભકામનાઓ
દિવાળી અને નુંતન વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ ,
નવા વર્ષે ઉગતા સૂર્યનાં પ્રકાશિત કિરણોથી ભરપુર મંગલ જીવન હો એવી પ્રભુ પાસે પ્રાર્થના, આપનું આવનાર વર્ષ સ્નેહ ,ઉલ્લાસ અને પ્રફૂલ્લીતા થી પરિપૂર્ણ રહે એવી અમારી ન્યૂઝ ચેનલ નૈતિક સમાચાર (NS NEWS ) તરફ થી શુભકામનાઓ ,
આમતો પ્રત્યેક વર્ષ આપણા પ્રયાસ પર નિર્ભર છે પણ શુભ કામનાઓ આપણામાં ઉત્સાહ ,મનોબળ , અને સકારાત્મક ઉર્જાનું સિંચન કરે છે આપ સર્વ કામો સકારાત્મક દ્રષ્ટિકોણ થી કરો અને પરિણામો પણ સકારાત્મક અને સંતોષકારક બને તેવી અમારી શુભકામના,
નુંતન વર્ષની ખુબ ખુબ શુભકામના,આપનું આવનાર વર્ષ સ્નેહ ,ઉલ્લાસ અને પ્રફૂલ્લીતા થી પરિપૂર્ણ રહે એવી મારી અભિલાષા , આમતો પ્રત્યેક વર્ષ આપણા પ્રયાસ પર નિર્ભર છે પણ શુભ કામનાઓ આપણામાં ઉત્સાહ ,મનોબળ , અને સકારાત્મક ઉર્જાનું સિંચન કરે છે આપ સર્વ કામો સકારાત્મક દ્રષ્ટિકોણ થી કરો અને પરિણામો પણ સકારાત્મક અને સંતોષકારક બને તેવી અમારી શુભકામના.
પાંચ દિવસોના પાંચ તહેવારોનું ઝૂમખુ એટલેજ દિવાળી. દિવાળીનું બીજુ નામ દિપાવલી છે. દિપાવલી એટલે દિપની હારમાળા. હિન્દુ કેલેન્ડર મુજબ આસોનો અંત અને કારતકની શરૂઆત એટલે દિવાળીના દિવસો. ધનતેરસ, કાળી ચૌદશ, અમાસ એટલેકે દિવાળી, બેસતુ વર્ષ અને ભાઇબીજ. આ પાંચે દિવસની ઉજવણી પાછળની લોકવાયકા છે….
મનમંદિરનાં ખૂણેખૂણેથી કચરો સાફ કરીને એટલેકે જૂના વર્ષમાં કરેલી ભૂલો, ખરાબ અને ખોટાં કરેલાં કાર્યો ને યાદ કરીને, અજ્ઞાનતાના અંધકારને દૂર કરીને ફરી પાછા શુધ્ધતા અને નવા જ્ઞાન સાથે આવનાર ભવિષ્યની જીંદગી માટે સુસજ્જ બનવું. જીવનમાં જે પણ મળ્યું હોય તે બદલ ઇશ્વરનો આભાર માની નવા દિવ્ય ભાવિ માટે ઇશ્વરને પ્રાર્થના કરવી. અને તે માટે શ્રીગણેશ, મા લક્ષ્મી, મા સરસ્વતીની ઉપાસના કરવી. અંતરને ઉજાગર બનાવવું. જીવનની દરેક પ્રકારની કડવાશ દૂર કરીને આવનાર જીવનને મીઠાશથી ભરી દેવું
તો ચાલો આપણે સૌ ઇશ્વરને આ માટે પ્રાર્થના કરીએ.
આપણા તરફ થી અમારી ચેનલ નૈતિક સમાચાર (NS NEWS) ને સારો પ્રતિસાદ મળ્યો છે એના બદલ આપ સૌ નો ખુબ ખુબ આભાર, આપ આવોજ સાથ સહકાર અમને આપતા રહો એવી આશા સહ આવનાર નવા વર્ષ અને દિવાળી ની શુભકામનાઓ
અમારી ચેનલ ના સમાચાર જોવા માટે નીચેની લિંકો ફોલ્લો કરો.
Web Site : http://nsnews.in/
Facebook: https://www.facebook.com/naitik.samachar
Facebook Page : https://www.facebook.com/NS-News-1863839916995616/
You Tube : https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA
નૈતિક સમાચાર (NS NEWS)