ગુજરાત

વડોદરામાં કાર ટેન્કર પાછળ ઘૂસી, 1નું મોત, કારમાં હતો દારૂ તો લોકો દવારા દારૂ ની લૂંટ ચલાવી!

વડોદરામાં કાર ટેન્કર પાછળ ઘૂસી, 1નું મોત, કારમાં હતો દારૂ તો લોકો દવારા દારૂ ની લૂંટ ચલાવી!

રાજ્યમાં દિન પ્રતિદિન રોડ અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. આ અકસ્માતની ઘટનાઓમાં માનવ મૃત્યુને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નવા ટ્રાફિકના નિયમોની અમલવારી શરૂ કરી છે. રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિકના નવા નિયમોનું અમલીકરણ 1 નવેમ્બરથી કરવામાં આવ્યું છે, ત્યારે વડોદરામાં એક અકસ્માતની ઘટના સામે આવી છે.

વડોદરામાં એક કાર ટેન્કરની પાછળના ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં બે લોકોને ઈજાઓ થવા પામી હતી અને એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી અકસ્માત એટલો ગંભીર હતો કે, ઘટનામાં કારનો કચ્ચર ઘાણ બોલી ગયો હતો.

એક રિપોર્ટ અનુસાર વાઘોડિયામાં જરોદ-હાલોલ હાઈ-વે પર જરોદ નજીક આવેલા ખન્ડીવાડા નર્મદા કેનાલના બ્રીજ પર એક સ્વિફ્ટ કાર એકાએક ધડાકા ભેર ટેન્કરની પાછળ અથડાઈ હતી. જે સમયે ઘટના બની હતી તે સમયે કારમાં ત્રણ લોકો સવાર હતા. ઘટનાને પગલે રાહદારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત થયેલા બે લોકોને સરવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હોવાથી કારમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતા વાઘોડીયા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે અકસ્માતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસે સૌ પ્રથમ મૃતક વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને ત્યારબાદ કારની તપાસ કરી હતી. કારમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને રિપોર્ટ મુજબ લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી.

નૈતિક સમાચાર(NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button