વડોદરા માં સામાજિક કાર્યકર્તા એવા નિશિતાબા રાજપૂત દ્વારા 21 સિલાઈ મશીન રોજગારી માટે મહિલાઓ ને આપવામાં આવ્યા,
વડોદરા માં સામાજિક કાર્યકર્તા એવા નિશિતાબા રાજપૂત દ્વારા 21 સિલાઈ મશીન રોજગારી માટે મહિલાઓ ફ્રી માં આપવામાં આવ્યા,
નિશિતા રાજપૂત દ્વારા મહિલાઓ ને ધરબેઠા રોજગારી મળે તે માટે આજ રોજ 21 મહિલાઓ ને ફ્રી મા શિવણ મશીન આપીયા હતા. આખા વર્ષ દરમિયાન 100 મહિલાઓ ને શિવણ મશીન ફ્રી આપવાના છે.
દર વર્ષે બેટી બચાવો બેટી પઢવા ના સૂત્ર પર વડોદરા શહેર ના 10 હજાર છોકરીઓ ને 1 કરોડ રૂપિયા સહાય કરે છે નિશિતાબા રાજપૂત,
વધુમાં વડોદરાની નિશિતાબા રાજપૂત ગરીબ બાળકો અને વૃદ્ધોને સેવા કરે છે જેમનુ આ દુનિયામાં કોઈ નથી. નિશિતા રોજ શહેરમાં એકલા રહેતાં 155 વૃદ્ધ લોકોને ભોજન પહોંચાડે છે, જેની સંભાળ લેવા માટે કોઈ નથી.
આપણાં દેશમાં દીકરીઓને ભણાવવા પર ઘણો ભાર મૂકવામાં આવે છે. અને એમાં પણ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તે ખૂબ જરૂરી પણ બની ગયું છે. તેવામાં વડોદરાની નિશિતા રાજપૂત છેલ્લા 8 વર્ષોથી સમાજસેવા કરી રહી છે. તે પોતે તો ભણે જ છે પરંતુ સાથે સાથે ઝૂંપડપટ્ટીમાં રહેતી અને ભણવામાં અસમર્થ બાળકીઓને પણ તે પોતાની ઉત્તમ સેવા થકી ભણાવી રહી છે.
નિશિતાને સમાજસેવાની પ્રેરણા તેના જ પિતા ગુલાબસિંહ રાજપૂત પાસેથી મળી છે. ગુલાબસિંહ ખુદ ‘હૂંફ ચેરીટેબલ ટ્રસ્ટ’ ચલાવે છે જે થકી અનાથ તેમજ ‘બાળ રિમાન્ડ હોમ’માં રહેતા બાળકો માટે કાર્ય કરે છે. નિશિતાબા તેના પિતાને આદર્શ માનીને આ કામગીરી કરી રહી છે.
વડોદરાની નિશિતાબા આવી નિઃસહાય તેમજ ભણવા ઈચ્છતી બાળકીઓને આર્થિક રીતે ઘણી જ મદદ કરે છે. નિશિતા અત્યાર સુધી લગભગ 10 હજાર જેટલી બાળકીઓના ભણતરના ખર્ચામાં મદદ કરી ચૂકી છે. નિશિતાબા રાજપૂત બાળકીઓની સ્કૂલ ફી, સ્કૂલનો ગણવેશ તેમજ અન્ય જરૂરી શિક્ષણને લગતી ચીજો માટે આર્થિક મદદ કરી રહી છે.
નિશિતાબા રાજપૂત દ્વારા આવી મદદે કરતા વાલીઓમાં પણ બાળકીઓના ભણતર માટે એક અલગ જ ઉત્સાહ જગાવ્યો છે. નિશિતા સ્લમ વિસ્તાર રહેતા અને મજૂરીકામ કરી જીવન ગુજારતા પરીવારોની બાળકીઓના ભણતર માટે દાતાઓ પાસેથી દાન મેળવી આવી તેમની મદદ કરી રહી છે. નિશિતા દરેક દાતા પાસેથી રૂપિયા 1000નો ચેક સ્વીકારે છે અને તે સીધા જે તે બાળકીના એકાઉન્ટમાં કે પછી સ્કૂલના એકાઉન્ટમાં જમા કરે છે.
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)