ગુજરાત

ડીઝલના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરતી વડોદરા શહેર એસ.ઓ.જી.

આઈ.ઓ.સી.ના ગેરકાયદેસર ડીઝલના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરતી વડોદરા શહેર એસ.ઓ.જી.

આરોપીના કબજા વાળી ઓરડીમાંથી ડીઝલનો ૫૧૦ લીટરનો જથ્થો તથા મોબાઇલ ફોન સહીત કુલ્લે રૂ.૩૯,૬૮૦/-નો મુદામાલ કબ્જે

માનનીય પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંઘ ગહલૌત સાહેબ તરફથી એ.ટી.એસ. ચાર્ટરની કામગીરી તેમજ કેમીકલ તથા પેટ્રોલીયમ પ્રોડકટની ગેરકાયદેસર થતી ચોરીના ગુના શોધી કાઢવા માટે કરેલ માર્ગદર્શન/ સુચન આધારે…

આજરોજ તા.૧૫/૧૧/૧૯ ના રોજ પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.સોલંકી એસ.ઓ.જી. નાઓની દોરવણી હેઠળ હે.કો. હેમરાજસિંહ ઇન્દ્રસિંહ નાઓને બાતમી મળેલ કે “કરચીયા ગામા દશરથ ફળીયામાં રહેતો સુરેશભાઇ ભગવતીપ્રસાદ ઉપાધ્યાય તેના મકાનની ઓરડીમાં ગેરકાયદેસર ડીઝલનો જથ્થો કારબા તથા બેરલોમાં રાખી ડીઝલનું વેચાણ કરી રહેલ છે ” તે મુજબની મળેલ બાતમી આધારે ઉપરોકત જગ્યાએ એક ઇસમને ઝડપી પાડેલ છે.

પકડેલ આરોપીના નામ સરનામા
સુરેશભાઇ ભગવતીપ્રસાદ ઉપાધ્યાય રહે.૪૦૨, એ-ટાવર, એન.ડી.રેસીડેન્સી કરોડીયા રોડ વડોદરા મુળ રહે.દશરથ ફળીયુ, કરચીયા ગામ તા.જી.વડોદરા તથા નહી પકડાયેલ કરચીયા ગામમાં આવેલ માળી મહોલ્લામાં રહેતા કેટલાક છોકરાઓ.

આરોપી પાસેથી કબજે કરેલ મુદામાલ
આરોપીના કબજા ભોગવટા વાળી રૂમમાંથી પ્લાસ્ટીકના બુલ-૦૨ બેરલ જેમાં ૨૦૦ લીટરનો એક તથા ૧૦૦ લીટરનો એક તથા ૩૫ લીટરના કારબા નંગ-૦૪ કુલ ડીઝલનો જથ્થો આશરે ૫૧૦ લીટર કિ.રૂ.૩૪,૬૮૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૩૯,૬૮૦/- નો મુદામાલ.

જવાહરનગર પો.સ્ટે. ઇ.પી.કો. કલમ ૨૮૫,૧૧૪ તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ૧૯૫૫ ની કલમ ૭(૧)(એ)(ર) મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.

કરચીયા ગામના માળી મહોલ્લામાં રહેતા કેટલાક છોકરાઓ આઇ.ઓ.સી. કંપનીમાં જતા હોય જેઓ ચોરી છુપી ટેન્કરોમાંથી ડીઝલ કાઢી છુટકમાં વેચાણ કરતા હોય આરોપીએ તેઓ પાસેથી ખરીદી કરી ગેરકાયદેસર ડીઝલનો જથ્થો પોતાના કબજાની રૂમમાં રાખી અગ્નીશમનના કોઇ સાધનો નહી રાખી ગેરકાયદેસર વેચાણ કરી પોતાને આર્થિક ફાયદો મેળવવા માટે.

ધરપકડ કરેલ આરોપી સુરેશભાઇ ભગવતીપ્રસાદ ઉપાધ્યાય અગાઉ ચાર વર્ષ પહેલા ડીઝલ ચોરીના ગુનામાં પકડાયેલ છે.

સારી કામગીરી કરનાર અધિકારીઓ/ કર્મચારીઓ
શ્રી એમ.આર.સોલંકી, પોલીસ ઇન્સ્પેકટર, હે.કો.હેમરાજસિંહ ઇન્દ્રસિંહ, હે.કો. હેમંત તુકારામ, પો.કો.આશીષપુરી મનસુખપુરી, પો.કો. રણજીતસિંહ નારણભાઇ, પો.કો. જયકિશન સોમાજીનાઓએ ડીઝલ ચોરીનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

ઉ૫રોકત ગુનાની વધુ તપાસ એસ.ઓ.જી. વડોદરા શહેર દવારા હાથ ધરવામાં આવેલ છે.

 

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button