ગુજરાત

ડેંગ્યુની બીમારીથી યુવાનનું મોત, ગંદકી અને દુષિત પાણીથી પરિવારજનોમાં તંત્ર સામે રોષ,

વડોદરા શહેરના ગોત્રી ગામમાં ડેંગ્યુ તાવમાં પરિણીત યુવાનનું વહેલી સવારે ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.

મોતને ભેટેલો યુવાન છેલ્લા એક સપ્તાહથી બિમાર હતો. અને તેને ઇલોરા પાર્ક ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો,

વડોદરા ના ગોત્રી ગામમાં આવેલા પટેલ ફળિયાની નાની ખડકીમાં રહેતા કૌશલભાઇ મહેશભાઇ પટેલને(31) એક સપ્તાહ પૂર્વે તાવ આવ્યો હતો. સ્થાનિક ડોક્ટરો પાસે દવા લેવા છતાં તાવ ન ઉતરતા ઇલોરા પાર્કની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

જ્યાં તેઓના બ્લડ ટેસ્ટ કરવામાં આવતા ડેંગ્યુ પોઝિટિવ જણાઇ આવ્યો હતો. હોસ્પિટલમાં ડેંગ્યુ તાવની ઘનિષ્ઠ સારવાર આપવામાં આવી હતી. પરંતુ ડેંગ્યુના તાવ ની અસર ઓછી ના થતા તેનું આજે વહેલી સવારે મોત નીપજ્યું હતું.

ડેંગ્યુ તાવમાં 31 વર્ષીય ભાઇનું મોત નીપજતાં સ્થાનિકો દ્વારા તંત્ર સામે ભારે રોષ ઠાલવ્યો હતો. સ્વચ્છતાની વાતો ફૂંકતું તંત્ર વડોદરા શહેરમાં સફાઇ કરવામાં નિષ્ફળ પુરવાર થયું છે. ગામમાં છેલ્લા ઘણાં સમયથી દુષિત પાણી આવી રહ્યું છે. તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં ઉકેલ લાવવામાં આવ્યો નથી.ગામના તળાવમાં ડ્રેનેજનું પાણી છોડવામાં આવે છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. આ બાબતે પણ તંત્રને જાણ કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા તળાવમાં છોડવામાં આવતું ડ્રેનેજનું પાણી બંધ કરવામાં આવતું નથી સ્થાનિકો એ તંત્ર પર રોષ ઠાલવ્યો,

ડેંગ્યુ તાવમાં કૌશલભાઇનું આજે મોત નીપજતાં પરિવારજનો ઉપર આભ ફાટ્યું હતું. ગત વર્ષની સરખામણીમાં વડોદરામાં ડેંગ્યુના તાવમાં અધધ વધારો થયો છે. જોકે, કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ ગત વર્ષની સરખામણીમાં ડેંગ્યું તાવના કેસ ઓછા હોવાનો દાવો કરી રહ્યું છે. જો તંત્ર દ્વારા ડેંગ્યુ તાવના વધી રહેલા કેસો ઉપર અંકુશ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અનેક લોકો ડેંગ્યુ તાવમાં મોતને ભેટશે

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button