ગુજરાતદેશ દુનિયા

આઇટી કંપનીઓમાં ૪૦ હજાર લોકોની નોકરી જશે આર્થિક સુસ્તીના કારણે હાલત કફોડી બની ગઇ

આઇટી કંપનીઓમાં ૪૦ હજાર લોકોની નોકરી જશે આર્થિક સુસ્તીના કારણે હાલત કફોડી બની ગઇ.

દેશમાં હાલમાં પ્રવર્તી રહેલી આર્થિક મંદીના કારણે આઇટી કંપનીઓની હાલત કફોડી બનેલી છે. હજારો કર્મચારીઓની નોકરી પર સંકટ છે. પ્રાપ્ત માહિતી મુજબ આ વર્ષે આર્થિક સુસ્તીના કારણે આઇટી ક્ષેત્ર પર સંકટના વાદળો ઘેરાઇ ગયા છે. આઇટી ક્ષેત્રના નિષ્ણાંત લોકોનુ કહેવુ છે કે આ વર્ષે આઇટી કંપનીઓ મધ્યમ સ્તરના ૩૦થી ૪૦ હજાર કર્મચારીઓને નોકરીમાંથ રજા આપી શકે છે. અલબત્ત ઇન્ફોસીસે કહ્યુછે કે કેટલીક બાબતો બનતી રહે છે. ઇન્ફોસીસના પૂર્વ સીએફઓ દ્વારા કહેવામાં આવ્ય છેકે આ છટણી એક સામાન્ય પ્રક્રિયાના ભાગરૂપે છે. ઉદ્યોગોના પરિપક્વ થવાની સાથે સાથે દરેક પાંચ વર્ષમાં થતા ફેરફારના ભાગરૂપે આ છટણી થઇ રહી હોવાના હેવાલ મળ્યા છે. પશ્ચિમી દેશોમાં આ પ્રક્રિયા પહેલાથી જ ચાલતી રહી છે. હવ ભારતમાં પણ તેની શરૂઆત થઇ રહી છે. કેટલીક વખત મધ્યમ સ્તરના કર્મચારીઓની સંખ્યામાં વધારો થાય છે. મધ્યમ સ્તરના કર્મચારીઓ તેમને મળતા પગારની તુલનામાં કંપનીઓને એટલા લાભ કાવી શકતા નથી.જાણકાર નિષ્ણાંતોએ કહ્યુ છે કે આર્થિક સુસ્તીની અસર હાલમાં દરેક સામાન્ય ક્ષેત્ર પર થઇ રહી છે. કંપનીઓ એકબાજુ ગળા કાપ સ્પર્ધાનો સામનો કરી રહી છે. બીજી બાજુ તેમની સામે આર્થિક મંદી પણ આવી રહી છે. આવી Âસ્થતીમાં તેમની સામે બેવડી સમસ્યા આવી રહી છે. જ્યારે આર્થિક સુસ્તી રહે છે ત્યારે નોકરીની સામે ચોક્કસપણે ખતરો રહે છે. આઇટી કંપનીઓમાં હાલમાં કામ કરી રહેલા મધ્યમ સ્તરના લાખો કર્મચારીઓમાં નોકરીને લઇને ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે.

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button