ડેંગ્યુ ના કહેર વચ્ચે , ગોરવા પંચવટી કેનાલમાં મરેલા પશુ અને કચરાનો ઢગલો જામ્યો , તંત્ર નિષ્ફળ ?
ડેંગ્યુ ના કહેર વચ્ચે , ગોરવા પંચવટી કેનાલમાં મરેલા પશુ અને કચરાનો ઢગલો જામ્યો , તંત્ર નિષ્ફળ ?
વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારની પાણીની સમસ્યામાંથી માંડ માંડ છુટકારો મળ્યો છે ત્યાં પશ્ચિમ વિસ્તારને પાણી પૂરુ પાડતી નર્મદા કેનાલ આધારિત પાણીના સ્ત્રોતમાં ગંદકી હોવાનો ભાંડો ફોડીને કોંગ્રેસે જનતા મેમો આપતાં પાલિકાનું તંત્ર મોડી સાંજે દોડતુ થયું હતું અને પાણી પીવાલાયક છે કે નહીં તેની ચકાસણી કરાવી હતી.
ગોરવા પંચવટી સ્થિત કેનાલમાં મરેલા પશુઓ હોવાની તેમજ કચરાનો ઢગલો હોવાથી ખુબ જ દુર્ગંધ મારી રહ્યુ છે. જેથી, શહેર કોંગ્રેસના યુવા કાર્યકરોએ કેનાલ પર દેખાવો યોજયો હતો. તેમણે જણાવ્યું હતું કે, આવુ ગંદુ પાણી ગોત્રી સહિતની ટાંકીઓમાં ખાનપુર થઇને જતુ હોય છે ત્યારે તેની ગુણવત્તા સામે શંકા ઉભી થઇ છે અને આવુ પાણી પીવાથી શહેરીજનોને બિમારી થઇ રહી છે. બીજી તરફ, પાલિકાના પાણી પુરવઠા વિભાગે આ સોર્સના પાણીનો લેબોરેટરી ટેસ્ટ તેમજ બેકટેરિયલ ટેસ્ટ કરાવ્યો હતો અને પાણી પીવાલાયક હોવાનો દાવો કર્યો હતો.
ચારેતરફ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું હોવાથી શહેરીજનો રોગચાળામાં સપડાય છે સાથે સાથે ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે ત્યારે શહેર ના પ્રતાપનગર રોડ સ્થિત ગીતામંદિર સ્કુલની પાછળ પશુઓને ઘાસ નાખવાના ગ્રાઉન્ડમાં કચરો અને સંગ્રહિત ગંદા પાણી એ નિષ્ફળ તંત્રની જનતા ને વેદના રૂપી ‘ભેટ’ છે. આ ગ્રાઉન્ડની ગંદકી અને સંગ્રહિત ગંદા પાણીને કારણે, આસપાસમાં રહેતા શહેરીજનો ઘરના બારણાં ખોલી સ્વચ્છ હવામાં શ્વાસ લઈ શકે એવી પણ સ્થિતિ નથી. આ સ્થળની મુલાકાત લેતા શહેર કૉંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને પાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે(ભથ્થુ) જણાવ્યું હતું કે અમે જ જ્યારે અહીં શ્વાસ લઈ શકતા નથી ત્યારે અહીં વસતા બાળકો, વડીલો અને અન્ય લોકો કઈ રીતે રોજ અહીં જીવતા હશે ?
વડોદરા માં તંત્ર રોગચાળો નિવારવામાં ચોક્કસ નિષ્ફળ નીવડ્યું હોય તેન દેખાઈ આવે છે ! વધુ માં ગત વર્ષ કરતા આ વર્ષે ડેંગ્યુ ના કેશ માં ધરખમ વધારો જોવા મળ્યો છે.
નૈતિક સમાચાર (NS NEWS)