ગુજરાતદેશ દુનિયા

પ્રજ્ઞા ઠાકુર મુશ્કેલીમાં, સંરક્ષણ મંત્રાલયની સમિતિમાંથી આઉટ , પ્રજ્ઞાના ગોડસે નિવેદનને લઇ લોકસભામાં જોરદાર હોબાળો

પ્રજ્ઞા ઠાકુર મુશ્કેલીમાં, સંરક્ષણ મંત્રાલયની સમિતિમાંથી આઉટ , પ્રજ્ઞાના ગોડસે નિવેદનને લઇ લોકસભામાં જોરદાર હોબાળો


નાથુરામ ગોડસે દેશભક્ત હોવાના નિવેદનને લઇને પ્રજ્ઞા ઠાકુર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પ્રજ્ઞા ઠાકુરને લઇને ભારતીય જનતા પાર્ટી પણ નાખુશ દેખાઈ રહી છે. તેમની સામે કાર્યવાહી પણ શરૂ થઇ ચુકી છે. બુધવારના દિવસે લોકસભામાં જારદાર હોબાળો રહ્યો હતો. ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુર દ્વારા લોકસભામાં નાથુરામ ગોડસે પર આપવામાં આવેલા નિવેદન બાદ પાર્ટી દ્વારા તેમની સામે કઠોર કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપે કઠોર કાર્યવાહી કરીને મધ્યપ્રદેશના ભોપાલમાંથી સાંસદ પ્રજ્ઞા ઠાકુરની સંરક્ષણ મંત્રાલયની સમિતિમાંથી હકાલપટ્ટી કરી દીધી છે. પાર્ટી તેમનાથી એટલા હદ સુધી નારાજ છે કે તેમને સંસદીય દળની બેઠકમાં હાજરી ન આપવા માટે કહેવામાં આવ્યુ છે. પ્રજ્ઞાએ બુધવારના દિવસે લોકસભામાં મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેનો ઉલ્લેખ કરીને કેટલાક વિવાદ જગાવી દીધા હતા. જા કે લોકસભાની કાર્યવાહીમાંથી તેમના નિવેદનને મોડેથી દુર કરી દેવામાં આવ્યુ હતુ. મોડેથી પ્રજ્ઞાએ સફાઇ આપતા કહ્યુ હતુ કે તેમને ગોડસે નહીં બલ્તે ઉધમ સિંહના નામનો ઉલ્લેખ આવ્યા બાદ રાજાને ટોક્યા હતા. બુધવારના દિવસે લોકસભાની કાર્યવાહી વેળા નિવેદન કરવામાં આવ્યા બાદ તેમની સમિતિમાંથી હકાલપટ્ટી કરવા માટે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને દુર કરવા માટે ભલામણ કરી હતી. તેમણે પ્રજ્ઞાના નિવેદન સંબંધમાં કહ્યુ હતુ કે આ નિવેદન કોઇ કિંમતે ચલાવી લેવાય તેમ નથી. સાથે સાથે જારદાર નારાજગી વ્યક્ત કરી હતી. નડ્ડાએ પ્રજ્ઞાના નિવેદન પર નારાજગી વ્યક્ત કરતા કહ્યુ હતુ કે પાર્ટી ક્યારેય આવા નિવેદનને સમર્થન આપતી નથી. તેમણે એમ પણ કહ્યુ હતુ કે પ્રજ્ઞા ઠાકુર હવે સંસદના સત્ર દરમિયાન ભારતીય જનતા પાર્ટીની સંસદયી દળની બેઠકમાં ભઊાગ લઇ શકશે નહીં. પ્રજ્ઞાને તેમનુ નિવેદન ખુબ ભારે પડ્યુ છે. લોકસભામાં એસપીજી પર ચર્ચા વેળા આ પ્રકારની બાબત સપાટી પર આવી હતી. જેના કારણે ભારે હોબાળો થયો હતો. પ્રજ્ઞા ઠાકુરે નાથુરામ ગોડસેને લઇને પ્રથમ વખત નિવેદન કર્યું નથી. જ્યારે ભોપાલમાંથી ભાજપના લોકસભા ઉમેદવાર હતા ત્યારે પણ તેઓએ નાથુરામ ગોડસેને દેશભક્ત તરીકે ગણાવ્યા હતા તે વખતે હોબાળો થયા બાદ ભારતીય જનતા પાર્ટીને બેકફુટ પર જવાની ફરજ પડી છે. એ વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, તેઓ ક્યારે પણ મનથી પ્રજ્ઞા ઠાકુરને માફ કરી શકશે નહીં. જા કે, મોડેથી પ્રજ્ઞા ઠાકુરે માફી માંગી લીધી હતી. મોદીએ એક ખાનગી ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, ગાંધી અને ગોડસેના સંબંધ ખુબ ખરાબ છે. દરેક પ્રકારના ઘૃણાને આ રીતે લાયક છે. સભ્ય સમાજમાં આ પ્રકારની વાત કરી શકાય નહીં. આ પ્રકારના નિવેદન કરનાર લોકોને નિવેદન કરતા પહેલા ૧૦૦ વખત વિચારવું જાઇએ.
મહાત્માં ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત તરીકે ગણાવવાના સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના નિવેદનને લઇને આજે પણ જારદાર હોબાળો થયો હતો. કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો દ્વારા જારદાર હોબાળો કરી વોકઆઉટ કરવામાં આવતા ચર્ચા રહી હતી. ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને લોકસભામાં ચર્ચા દરમિયાન રાષ્ટ્રભક્ત ગણાવવાના નિવેદનને લઇને લોકસભામાં ઘમસાણની સ્થિતિ રહી હતી. ગુરૂવારના દિવસે પ્રશ્ન કલાકની કામગીરી શરૂ થવાની સાથે જ વિપક્ષી દળોએ જારદાર હોબાળો મચાવ્યો હતો. આગાળા દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યુ હતુ કે ગોડસેને દેશભક્ત કહેવાના તેમના નિવેદનની પાર્ટી ટિકા કરે છે. જા કે કોંગ્રેસી સભ્યો આને લઇને સંતુષ્ટ થયા ન હતા અને વોકઆઉટ કર્યો હતો. ગુરૂવારના દિવસે લોકસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ વિપક્ષી સભ્યોએ હોબાળો કર્યો હતો. લોકસભામાં કોંગ્રેસી નેતા અધીર રંજન ચૌધરી સહિત વિપક્ષના તમામ સભ્યોએ હોબાળો કર્યોહતો. લોકસભામાં તેમના પ્રજ્ઞાના નિવેદનના મુદ્દા પર ચર્ચાની માંગ કરવામાં આવી હતી. કહેવામાં આવ્યુ છે. પ્રજ્ઞાએ બુધવારના દિવસે લોકસભામાં મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેનો ઉલ્લેખ કરીને કેટલાક વિવાદ જગાવી દીધા હતા. જા કે લોકસભાની કાર્યવાહીમાંથી તેમના નિવેદનને મોડેથી દુર કરી દેવામાં આવ્યુ હતુ. મોડેથી પ્રજ્ઞાએ સફાઇ આપતા કહ્યુ હતુ કે તેમને ગોડસે નહીં બલ્તે ઉધમ સિંહના નામનો ઉલ્લેખ આવ્યા બાદ રાજાને ટોક્યા હતા. બુધવારના દિવસે લોકસભાની કાર્યવાહી વેળા
આભાર – નિહારીકા રવિયા નિવેદન કરવામાં આવ્યા બાદ તેમની સમિતિમાંથી હકાલપટ્ટી કરવા માટે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને દુર કરવા માટે ભલામણ કરી હતી. તેમણે પ્રજ્ઞાના નિવેદન સંબંધમાં કહ્યુ હતુ કે આ નિવેદન કોઇ કિંમતે ચલાવી લેવાય તેમ નથી. સાથે સાથે જારદાર નારાજગી વ્યક્ત કરી હતી. નડ્ડાએ પ્રજ્ઞાના નિવેદન પર નારાજગી વ્યક્ત કરતા કહ્યુ હતુ કે પાર્ટી ક્યારેય આવા નિવેદનને સમર્થન આપતી નથી. તેમણે એમ પણ કહ્યુ હતુ કે પ્રજ્ઞા ઠાકુર હવે સંસદના સત્ર દરમિયાન ભારતીય જનતા પાર્ટીની સંસદયી દળની બેઠકમાં ભઊાગ લઇ શકશે નહીં. પ્રજ્ઞાને તેમનુ નિવેદન ખુબ ભારે પડ્યુ છે. લોકસભામાં એસપીજી પર ચર્ચા વેળા આ પ્રકારની બાબત સપાટી પર આવી હતી. જેના કારણે ભારે હોબાળો થયો હતો. પ્રજ્ઞા ઠાકુરે નાથુરામ ગોડસેને લઇને પ્રથમ વખત નિવેદન કર્યું નથી. જ્યારે ભોપાલમાંથી ભાજપના લોકસભા ઉમેદવાર હતા ત્યારે પણ તેઓએ નાથુરામ ગોડસેને દેશભક્ત તરીકે ગણાવ્યા હતા તે વખતે હોબાળો થયા બાદ ભારતીય જનતા પાર્ટીને બેકફુટ પર જવાની ફરજ પડી છે. એ વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, તેઓ ક્યારે પણ મનથી પ્રજ્ઞા ઠાકુરને માફ કરી શકશે નહીં. જા કે, મોડેથી પ્રજ્ઞા ઠાકુરે માફી માંગી લીધી હતી. મોદીએ એક ખાનગી ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, ગાંધી અને ગોડસેના સંબંધ ખુબ ખરાબ છે. દરેક પ્રકારના ઘૃણાને આ રીતે લાયક છે. સભ્ય સમાજમાં આ પ્રકારની વાત કરી શકાય નહીં. આ પ્રકારના નિવેદન કરનાર લોકોને નિવેદન કરતા પહેલા ૧૦૦ વખત વિચારવું જાઇએ.

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button