ગુજરાતદેશ દુનિયા

કાલુપુર ચોખા બજારમાં ચોરીના કેસમાં ક્રાઈમ બ્રાંચે બેને ઝડપ્યા, ચોરી કરવા માટે આરોપીઓ પ્લેનમાં આવ્યા હતા

કાલુપુર ચોખા બજારમાં ચોરીના કેસમાં ક્રાઈમ બ્રાંચે બેને ઝડપ્યા, ચોરી કરવા માટે આરોપીઓ પ્લેનમાં આવ્યા હતા,

શહેરના કાલુપુરમાં આવેલા ચોખા બજારમાં ચોરી મામલે શહેર ક્રાઈમ બ્રાન્ચે આજે બે આરોપીઓની ધરપકડ કરી હતી. જા કે, બંને આરોપીઓની પૂછપરછ દરમ્યાન કેટલીક ચોંકાવનારી અને રસપ્રદ હકીકત પણ સામે આવી હતી. કાલુપુર ચોખા બજારમાં ચોરી કરવા માટે આ બંને આરોપીઓ પ્લેનમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમબ્રાંચે આરોપી હાકમ કાંઠાત અને એમ.બી શિવાની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જો  કે, આ કેસમાં હજુ અન્ય આરોપીઓ ફરાર હોઇ પોલીસે ગેંગના અન્ય આરોપીઓને પકડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે. પોલીસ તપાસમાં એવી પણ વાત સામે આવી હતી કે, આરોપીઓ જુદાજુદા રાજ્યોમાં ચોરી કરવા માટે હવાઈ માર્ગે જતા અને ચોરીને અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે. ચોરીને અંજામ આપતા પહેલા બંને આરોપીઓએ કાલુપુર ચોખા બજારની રેકી કરી હતી. હોટલમાં રોકાયા બાદ ચોરી કરવા ચોખા બજાર ગયા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હાકમ રૂસ્તમ કાઠાત (ઉં.વ.૨૧) (રહે. લસાણી-૧, દેલવાડા (રૂરલ), બ્યાવર, જિ.અજમેર રાજસ્થાન) અને શીવા બૈરપ્પા રેડ્ડી (ઉં.વ.૨૬)(રહે. ૪૩૩ ફસ્ટ ક્રોસ, ૩ મેઈન રોડ એનજી એફ લોવેટર, નાગરબાવી, મલ્લાતલ્લી બેંગ્લોર)ની ધરપકડ કરી લીધી હતી. પોલીસે બંને પાસેથી રૂ. ૭૩૫૦ રોકડ, લોખંડનું ખાતરીયું અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે પુછપરછ કરતાં પકડાયેલા આરોપી એમ બી શીવાએ તેના સાથીદારો સાથે મળીને દેશના અન્ય રાજ્યોમાં હવાઈ માર્ગે જતો હતો અને ખોટા પુરાવા આપીને હોટલોમાં રોકાણ કરતો હતો. દિવસ દરમિયાન રેકી કરીને ઘરફોડ ચોરીની જગ્યા ટાર્ગેટ કરીને રાતના સમયે ત્યાં પોતાના લોંખંડના ખાતરીયાથી દુકાનોના તાળા તોડીને ચોરીને અંજામ આપીને પરત હવાઈ માર્ગે નાસી છૂટતા હતા. તેમની આજ મોડસ ઓપરેન્ડી અનુસાર શહેરની એક હોટલમાં રોકાઈને કાલુપુર ચોખા બજારમાં ૨૧ દુકાનોના તાળા તોડીને રૂ. ૩.૫૦ લાખની રોકડ રકમની ચોરી કરી હતી. આરોપીઓએ આસામ, કર્ણાટક તેલગાંણા, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ચોરી કરી હતી. પોલીસે હવે ગેંગના અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે અને આ ગેંગ તેમ જ તેના આરોપીઓ દ્વારા આચરાયેલા અન્ય ગુનાઓના ભેદ ઉકેલવાની દિશામાં પણ તપાસ જારી રાખી છે.

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button