બાજવા મહિરેવા સ્કૂલની યૂવા મહિલા આચાર્યનો મૃતદેહ લાંછનપુરાથી મળ્યો,
બાજવા મહિરેવા સ્કૂલની યૂવા મહિલા આચાર્યનો મૃતદેહ લાંછનપુરાથી મળ્યો,
સમા વિસ્તારના વેલેરીયન ફેલ્ટ્સમાં રહેતાં 35 વર્ષિય ભાર્ગવીબહેન આશિષકુમાર સુથાર બાજવા વિસ્તારની મહિરેવા શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં હતાં. ગત તા. 27 નવેમ્બરને બુધવારના રોજ સવારે 10 વાગ્યે તેઓ પોતાની સ્કૂટી લઈને શાળાએ જવાનું કહીને નિકળ્યા હતાં. અને બાદમાં ભેદી સંજોગોમાં ગૂમ થઈ ગયા હતાં.
પરિવારજનોએ ભાર્ગવીબહેનની શોધખોળ કર્યા બાદ બનાવ અંગે સમા પોલીસ મથકમાં ગૂમ થવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં ભાર્ગવીબહેનનું લાસ્ટ લોકેશન સાવલીનું લાંછનપુરા ગામ મળી આવ્યું હતું. પોલીસે તેના આધારે તેમની શોધખોળ હાથ ધરી હતી.
દરમિયાનમાં આજે લાંછનપુરા ગામ પાસેથી ભાર્ગવીબહેનની સ્કૂટી બિનવારસી હાલતમાં મળી આવી હતી. જેને પગલે મહિસાગર નદીમાં શોધખોળ કરતાં પોલીસને ભાર્ગવીબહેન નો મૃતદેહ મળી આવ્યો હતો. સાવલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી, મૃત્યુના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી હતી,
નૈતિક સમાચાર (NS NEWS)