મુખ્યમંત્રી વિજય રૂપાણીને ખબર છે કે ગુજરાતમાં દારૂ પીવાય છે : અશોક ગેહલોત મુખ્યમંત્રી રાજસ્થાન
મુખ્યમંત્રી વિજય રૂપાણીને ખબર છે કે ગુજરાતમાં દારૂ પીવાય છે : અશોક ગેહલોત મુખ્યમંત્રી રાજસ્થાન
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે દારૂબંધીના મુદ્દે ગુજરાત સરકાર પર ખૂબ જ આકરા પ્રહારો શરૂ કર્યા છે. આજે તેઓ કોંગ્રેસના કાર્યક્રમ માટે અમદાવાદમાં આવ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું છે કે અગાઉ મેં જે નિવેદન આપ્યું હતું તેનું ખોટી રીતે અર્થઘટન કરાયું હતું.અત્રે નોંધનીય છે કે અગાઉ અશોક ગહેલોતે એવું કહ્યું હતું કે ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે. આજે ફરીથી ગહેલોતે એવું કહ્યું છે કે ગુજરાતમાં દારૂ પીવાનું ચલણ જોવા મળે છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ખબર છે કે ગુજરાતમાં છૂટથી દારૂ પીવાય છે. ગુજરાતમાં દારૂબંધી સદંતર નિષ્ફળ ગઈ છે. જો રૂપાણી સરકાર ખરેખર ગુજરાતમાં દારૂબંધી કરવા માગતી હોય તો તેઓએ પાડોશી રાજ્યો સાથે ગુજરાતમાં દારૂ ન આવે તે માટેની વાતચીત કરવી જોઈએ. દારૂને કારણે ગુજરાતની યુવા પેઢી બરબાદ થઈ રહી છે. આમ ગુજરાતમાં જરા પણ દારૂબંધી નથી અને ખુલ્લેઆમ દારૂ વેચાય છે. સરકારને પણ તેની જાણ છે તે બાબતનો પુનરોચ્ચાર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કર્યો છે. તેની સાથોસાથ કોંગ્રેસના ગુજરાતના અન્ય નેતાઓએ પણ રૂપાણી સરકાર પર દારૂબંધીના મુદ્દે આક્રોશ ઠાલવ્યો છે.
નૈતિક સમાચાર (NS NEWS)