રાજકોટમાં માત્ર 8 વર્ષની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યાની ઘટના, આરોપી ને 24 કલાક માં ઝડપી પાડતી રાજકોટ પોલીસ
રાજકોટમાં માત્ર 8 વર્ષની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ હતી.
રાજકોટ શહેરનાં 80 ફૂટ રોડ પર ઝૂંપડું બાંધીને રહેતા શ્રમિક પરિવારની બાળકીનું અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યા બાદ દુષ્કર્મ ગુજાર્યું છે. આ બાળકીનાં શરીર પર અનેક જગ્યાએ ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. પોલીસે આ અંગેનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
આ મામલે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે શહેરનાં 80 ફૂટ રોડ પર આવેલા રોડ પર એક શ્રમિક પરિવાર ઝૂપડું બાંધીને રહેતો હતો. તેમાં એક 8 વર્ષની દીકરીને અજાણ્યો શખ્સ ઉપાડીને અપહરણ કરીને લઇ ગયો હતો. જે બાદ આ નાની બાળા પર દુષ્કર્મ આચર્યું હતું. આ અજાણ્યો શખ્સ દુષ્કર્મ આચરીને બાળાને તેના ઘરથી થોડે દૂર ફેંકીને જતો રહ્યો હતો. આ વાતની જાણ થતા પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટ પોલીસે 24 કલાકની અંદર 22 વર્ષનાં યુવાનની આરોપી ની ધરપકડ કરી છે. પોલીસે સીસીટીવીની મદદથી આરોપી ઝડપી પાડ્યો છે.
નૈતિક સમાચાર (NS NEWS)