રાજ્યમાં ઠંડીનું જોર વધતાં લોકો ઠુઠવાયા,
રાજ્યમાં ઠંડીનું જોર વધતાં લોકો ઠુઠવાયા,
રાજ્યમાં ઠંડીનું જોર વધ્યુ છે. ઠંડીના કારણે નલિયામાં સૌથી ઓછુ તાપમાન નોંધાયુ છે. આ ઉપરાંત અમદાવાદ, ડીસા, રાજકોટ સહિતના મહાનગરોમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે. રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન નલિયામાં નોંધાયુ છે. નલિયામાં 8.8 ડિગ્રી તો ડીસામાં 9.8, અમરેલીમાં 10.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે રાજકોટમાં 11, સુરેન્દ્રનગરમાં 11.5, ભુજમાં 11.8, ગાંધીનગરમાં 11.8 અમદાવાદમાં 12 , અને વડોદરા માં 15 ડીગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે. રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં પણ ઘટાડો થવાની સાથે સાથે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાવાથી નગરજનોમાં ઠંડીનો ચમકારો અનુભવવા મળી રહ્યો છે.ઠંડીના કારણે લોકો ઠુઠવાયા તો લોકો ઘરની બહાર નિકળવાનું પણ ટાળી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હજુ ઠંડી તેજ બનશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં ઠંડીનુ પ્રમાણ હજી વધી શકે છે. ઠંડીના કારણે લોકો પણ ગરમ કપડાનો સહારો અને તાપના નો સહારો લઈ રહ્યા છે.
નૈતિક સમાચાર (NS NEWS)