ગુજરાતદેશ દુનિયા
દિલ્હીના જાફરાબાદમાં હિંસક પ્રદર્શન, પોલીસ પર પથ્થરમારો, અનેક મેટ્રો રદ્દ :CAA
નાગરિકતા કાયદા ના વિરોધમાં દેશભરમાં હિંસા ભડકી રહી છે.
ખાસ કરીને દિલ્હીમાં વિરોધ પ્રદર્શન વધુ જોવા મળી રહ્યા છે. જામિયા મિલિયા યુનિવર્સિટીમાં થયેલી હિંસા બાદ મંગળવારે જાફરાબાદમાં પ્રદર્શન ઉગ્ર થઈ ગયું. અહીં પ્રદર્શનકર્તાઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને અનેક વાહનોમાં તોડફોડ કરી. બાદમાં પોલીસે ભીડને નિયંત્રણમાં લેવા માટે ટિયરગેસનો ઉપયોગ કર્યો.
બીજી તરફ, સ્થિતિ પર નજર રાખવા અને કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે પોલીસે ડ્રોન પણ ઘટનાસ્થળે મંગાવી લીધા છે. દિલ્હી પોલીસના અનેક વરિષ્ઠ અધિકારી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સાથોસાથ ઘટનાસ્થળે વધારાનો ફોર્સ તહેનાત કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આ દરમિયાન ભડકેલી ભીડે ત્રણ બસોમાં તોડફોડ કરી અને અનેક વાહનોને નુકસાન પહોંચાડ્યું.
નૈતિક સમાચાર(NS NEWS)