વડોદરા ના ધનોરાગામ થી રાજપરા ખોડિયાર માતાજીના મંદિરે પગપાળા યાત્રા સંઘ નીકળ્યો
વડોદરા ના ધનોરાગામ થી રાજપરા ખોડિયાર માતાજીના મંદિરે પગપાળા યાત્રા સંઘ નીકળ્યો.
વડોદરા ના ધનોરા ગામ માંથી છેલ્લા 8 વર્ષથી ભાવનગર પાસે આવેલા રાજપરાની ખોડીયાર માતાજીનાં મંદિરે પગપાળા સંઘ નીકળે છે. આ વર્ષે પણ ગામમાંથી ધજાની પૂજા કરી આરતી ઉતારી જય માતાજીનાં જયઘોષ સાથે ધજા લઇને પગપાળા સંઘ ખોડીયાર મંદિરે ધજા ચડાવવા માટે રવાના થયો હતો. આ સંઘમાં આશરે 150 પદયાત્રીઓ જોડાયા હતાં. આ પગપાળા સંઘનું આયોજન રબારી લક્ષ્મણભાઈ ભુવાજી અને ધનોરા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી પ્રવિણસિંહ ઝાલા દ્વારા કરવામાં આવે છે. સંઘ નીકળતા ગામમાં એક અનેરો ઉત્સવ હોય તેવા દ્રસ્યો સર્જાય હતા, આ સંઘ માં વડોદરા પોલો ગ્રાઉન્ડ માં રાવણ દહન નું આયોજન કર્તા હિતેશભાઈ જોશી અને સાથે લક્ષ્મણ નું પાત્ર ભજવનાર મુસ્લિમ ભાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, ભાવિકભક્તો ને વિના મૂલ્યે પગપાળા યાત્રા માં જોડવામાં આવે છે, ભાવિકભક્તો પોતાની મનની માનતા પુરી કરવા પગપાળા સંઘ માં માતાજી ના દર્શને જતા હોય છે,
આ સંઘ 7 દિવસ ની પગપાળા યાત્રા કરી રાજપરા ખોડીયાર માતાજી ના મંદિરે પોહચે છે,
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)