નાગરિકતા કાયદા વિરોધ /હાથીખાનામાં થયેલા પથ્થરમારા મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વધુ 8 આરોપીઓની હથિયાર સાથે ધરપકડ કરી
નાગરિકતા કાયદા વિરોધ /હાથીખાનામાં થયેલા પથ્થરમારા મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વધુ 8 આરોપીઓની હથિયાર સાથે ધરપકડ કરી.
નાગરિકતા કાયદાના વિરોધમાં શહેરના હાથીખાના વિસ્તારમાં થયેલા પથ્થરમારા મામલે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે વધુ 8 આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે હથિયારો વડે ઘાતક હુમલાનો પ્લાન બનાવનારા લોકોને હથિયાર સાથે ઝડપી પાડ્યા છે. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે તમામની ધરપકડ કરી 5 તલવાર, 3 ગુપ્તી અને 2 ચપ્પુ કબ્જે કર્યા છે.
નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરવાની આડમાં શહેરની શાંતિને ભંગ કરવાનુ કાવતરૂ પ્રી-પ્લાન્ડ હતુ. જેમાં ક્રાઇમ બ્રાન્ચે શનિવારે 8 શખ્સોની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તેમજ અન્ય તોફાનીઓની શોધખોળ દરમિયાન બાતમીના આધારે તાંદલજા સ્થિત ફ્રીઝ, ટીવી સહીતની સવલતો ધરવાતા ફ્લેટમાં આશ્રય લઇ રહેલા 4 સહીત કુલ 8ની આજે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
પકડાયેલા આરોપીઓ
1. આતિફ ઉર્ફે બાબા મોઇનુદ્દીન સૈયદ
2. મોહંમદઅઝ રફીકભાઈ પઠાણ
3. તનવીર ઇબ્રાહીમ શેખ
4. તાહીર ઇબ્રાહીમ શેખ
5. સાજીદ ઇસ્માઇલ મલેક
6. સજ્જાદ ઇબ્રાહીમ શેખ
7. રમઝાન ઇબ્રાહીમ સોલંકી
8. મુસ્તાક યાકુબભાઈ શેખ
નૈતિક સમાચાર (NS NEWS)