ગુજરાતના ખેડૂતો ને ચૂકવાશે સહાય, 28 લાખ ખેડૂતોને નહીં મળે લાભ
ગુજરાતના ખેડૂતો ને ચૂકવાશે સહાય, 28 લાખ ખેડૂતોને નહીં મળે લાભ
રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના કૃષિ પ્રધાન આરસી ફળદુએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ કે, આવતી કાલે રાજ્યના ૨૪ લાખ ખેડૂતોને સહાય ચુકવવામાં આવશે. રાજ્યમાં સહાયતા માટે ૨૪ લાખ ખેડૂતોએ અરજી કરી છે. જેમને રાજ્યના પ્રધાનો દ્વારા સહાયની ચૂકવણી કરવામાં આવશે. રાજ્યમાં 52 લાખ ખેડૂતો છે. એટલે કે આ કૃષિ સહાય 28 લાખ ખેડૂતોને નહીં મળે. સરકાર પણ એ ચિંતામાં મૂકાઈ છે કે, 28 લાખ ખેડૂતોએ સહાય માટે શા માટે નથી કરી અરજી. હાલમાં તો ફળદુએ આ ખેડૂતો સહાયમાં રસ ન ધરાવતા હોવાનું માની રહયાં છે પણ આ બાબતે સરકારને પણ વિચારવાની જરૂર છે.
ગુજરાતમાં અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેતીપાકોને થયેલા નુકશાન અંગે સરકારે ‘કૃષિ રાહત પેકેજ ‘ જાહેર કરીને ખેડૂતો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવી હતી ખેડૂતને હેક્ટરદીઠ ૪,૦૦૦ થી ૬,૮૦૦ રૂપિયા સહાય આપવાનું નક્કી કરાયું છે. રાજ્યભરના તમામ ખેડૂતો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવાઇ છે. તેમાં શરત એ રખાઇ છેકે ખેડૂત ઓનલાઇન અરજી જે તે ગ્રામપંચાયતમાંથી જ ભરી શકશે. બાકી જગ્યાએથી ભરાયેલી અરજી માન્ય નહીં ગણાય. આ સ્થિતિમાં ફક્ત એક જ માસના ગાળામાં રાજ્યના બાવન લાખ ખેડૂતોએ તેમની જ ગ્રામપંચાયતમાંથી ઓનલાઇન ફોર્મ ભરવું અશક્ય બની રહ્યું છે.
નૈતિક સમાચાર (NS NEWS)