રાજ્યમાં વધશે જોરદાર ઠંડી, હાડ ધ્રૂજાવતી ઠંડી પડશે!
રાજ્યમાં વધશે જોરદાર ઠંડી, હાડ ધ્રૂજાવતી ઠંડી પડશે!
સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયું હોવાની માહિતી મળી હતી. એમાંય જમ્મુ કશ્મીરમાં તો હવામાન ખાતાએ ચિલ્લીયાં જાહેર કરી એટલે કે આવનારા 40 દિવસ હિમવર્ષા સાથે હાડ ધ્રૂજાવતી ભીષણ ઠંડી પડશે.
જમ્મુ કશ્મીર, હિમાચલ પ્રદેશ, કુલુમનાલી, મસૂરી વગેરે સ્થળોએ તો હવે હિમવર્ષા લગભગ રોજની થઇ પડી છે. બીજી બાજુ બિહાર અને ઉત્તર પ્રદેશ, સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હાડ ધ્રૂજાવતી ઠંડીએ લોકોને ઘરમાં બેસી રહેવાની ફરજ પાડી છે. સડકો પર ઠેર ઠેર ઘરવિહોણા અને ગરીબ લોકો જે મળ્યું તેનાથી તાપણાં કરી રહ્યાં છે . તો જેમની પાસે સગવડ છે એવા લોકો વધુમાં વધુ ગરમ કપડાં પહેરીને પોતપોતાના કામે જઇ રહેલા નજરે પડ્યા હતા. હજુ તો વધુ કાતિલ ઠંડી પડવાની છે. એમાંય આવતા ચાર દિવસ સમગ્ર ઉત્તર ભારત માટે જીવલેણ ઠંડી લઇને આવશે. એવી આગાહી હવામાન ખાતાએ કરી હતી.નવી દિલ્હીમાં છેલ્લાં પચીસ વર્ષનો ઠંડીનો રેકોર્ડ તૂટે એવી ઠંડી પડી રહી હતી. ઠંડી ઉપરાંત સડકો પર છવાઇ ગયેલું ધૂમ્મસ વધુ જોખમી પરિસ્થિતિ સર્જી રહ્યું હતું. લગભગ એવીજ સ્થિતિ ઉત્તર પ્રદેશમાં ઐતિહાસિક શહેર કાશીની હતી. સામાન્ય રીતે ગંગા તટે રોજ સવારે શ્રદ્ધાળુઓની ભીડ જામતી હોય છે પરંતુ અત્યારે મિનિમમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી જતાં ગંગાતટ સૂનો દેખાતો હતો.
નૈતિક સમાચાર (NS NEWS)