ગુજરાત

મમરા ની આડ માં લવાતો દારૂ ભરેલી બોલેરો પીકઅપ ગાડી ઝડપાઈ ,

પોર કિશાન નગર પાસે થી ઇગ્લીશ દારૂ ભરેલી બોલેરો પીકઅપ ગાડી ઝડપાઈ ,

વરણામા પોલીસ સ્ટેશન ના PSI બી એચ રાઠોડ .પેટ્રોલીંગ મા હતા દરમ્યાન પો કો. યુનુસ ખાન પઠાણ ને બાતમી મળી હતી કે ડભોઇ તરફથી વડોદરા તરફ બોલેરો પીક અપ ગાડી જે પ્લાસ્ટિક ના કોથળા માં મમરા ભરીને જાય છે જે મમરા ના કોથળા ની નીચે વિદેશી દારૂ ભરીને જાય છે તે બાતમીના આધારે વરણામા પોલીસ સ્ટાફ ના માણસો સાથે કિસાન નગર પાસે વાહન ચેકિંગ કરતા મા હતા દરમ્યાન બાતમી વાળી ગાડી આવતા બોલેરો પીક અપ ના ચાલકે પોલીસ ને જોઈ ને કિસાન નગર પાસે બોલેરો પીક અપ ગાડી મુકી ભાગી જતા વરણામા પોલીસે બોલેરો પિક અપ ચાલક અશરફભાઇ રહીમભાઇ ખલીફ ઉ.વ.31 રહે. મોટા પીરની દરગાહ પાસે પુલ ના છેડે રતનપર તા.વડવાન જી.સુરેન્દ્રનગર ને ઝડપી પાડ્યો હતો. વરણામા પોલીસે બોલેરો પીક અપ ગાડી મા મમરા ના કોથળા નીચે ચેક કરતા . ઇગ્લીશ દારૂ ની બોટલ અલગ અલગ બ્રાન્ડ ની બોટલ તેમજ બીયર મળી કુલ 49 પેટી મળેલ જેની કિંમત રૂપિયા 1.50.000/તેમજ બોલેરો પીક અપ ગાડી ની કીંમત રૂપિયા 2.00.000 તેમજ મોબાઈલ ફોન નંગ ૧ કીમત રૂપિયા 5000 મમરા ના કોથળા 4 નંગ કિંમત રૂપિયા 400 .કુલ મુદ્દામાલ રૂપિયા 3.50.400નો મુદ્દા માલ વરણામા પોલીસે કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button