પાદરા ની મયુર ડાયમેક કંપની ઉપર કાયદેસર ની SIT તપાસ બેસાડવા જીલ્લા કલેકટર ને આવેદન પત્ર અપાયું,
પાદરા ની મયુર ડાયમેક કંપની ઉપર કાયદેસર ની SIT તપાસ બેસાડવા જીલ્લા કલેકટર ને આવેદન પત્ર અપાયું,
પાદરા ની મયુર ડાયમેક કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી ટ્રીટમેન્ટ કર્યા વિના સીધે સીધું કેનાલ માં ઉતારવામાં આવતું હતું, થોડા દિવસ પહેલા SOG પોલીસ દ્વારા આ સમગ્ર મયુર ડાયમેક કંપની નો ગેરકાયદેસર ચાલતો ગોરખ ધંધો ઝડપી પાડ્યો હતો, અને કેમિકલ યુક્ત વેસ્ટ પાણી સીધું નિકાલ કરવા નાખેલી પાઇપો નીકાળી હતી, સાથે SOG પોલીસ દ્વારા કંપની સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી
પાદરા તાલુકા માં આવેલી મયુર ડાયકેમ કંપની દ્વારા જમીન ની અંદર પાઇપ લાઇન નાખી ને કેમિકલયુક્ત પાણી ડાયરેકટ કેનાલ માં છોડતું હતું જેના વિરોધ માં આજ રોજ વડોદરા કલેકટર શ્રી ના માધ્યમથી ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ને રજુઆત કરવામાં આવી કે GPCB વડોદરા ના અધિકારીઓ લાગે છે પ્રદુષણ રોકવાનું કામ છોડી ને બીજા અન્ય કામ આ વ્યસ્ત છે, GPCB ના અધિકારીઓ પર વિશ્વાસ ના હોવાથી આ સમગ્ર પ્રકરણ પર SIT નું ગઠન કરવામાં આવે તો GPCB ના જવાબદાર અધિકારી ઓ પણ સસ્પેન્ડ થાય , વધુ માં આ કંપની સરકાર ના કાયદા મુજબ ગુજરાતીઓ ને નોકરી આપતી નથી એની પણ તપાસ કરી સ્થાનિક ગુજરાતીઓ ને નોકરી આપવામાં આવે એવું યુવા સેના અધ્યક્ષ લખન દરબારે જણાવ્યું હતું,
વધુ માં ગુજરાત રાજ્ય ના મુખ્ય પોલીસ અધિકારી શ્રી ને મેઈલ ના માધ્યમ થી કંપની ના માલિક પર માનવવધ નો ગુનો નોંધવામાં આવે અને એને જેલ ભેગો કરવામાં આવે એ માટે ફરિયાદ કરવામાં આવી છે
નૈતિક સમાચાર (NS NEWS)