સરદારબાગ સ્વિમિંગપુલ છેલ્લા કેટલાક મહિનાથી બંધ, ટિમ રિવોલ્યુશન દ્વારા પુલ ને ચાલુ કરવા વિરોધ પ્રદર્શન કરાયું
સરદારબાગ સ્વિમિંગપુલ છેલ્લા કેટલાક મહિનાથી બંધ, ટિમ રિવોલ્યુશન દ્વારા પુલ ને ચાલુ કરવા વિરોધ પ્રદર્શન કરાયું.
વડોદરા શહેર નો પશ્ચિમ વિસ્તાર જેમાં લાખો નાગરિકો વસે છે જેમાંથી હજારો નાગરિકો બાળકો વૃધો તેમજ વડીલો વર્ષ ના 8 મહિના સરદાર બાગ સ્વિમિંગપુલ માં આવી તરવૈયા બને છે કોઈ ફિટનેશ માટે કોઈ ફાયરમાં કે સેફટી ની જોબ માટે કોઈ દેશ ને ગોલ્ડ મેડલ આપવા તો કોઈ શોખ માટે બધા અલગ અલગ રીતે સ્વિમિંગ શીખવા આવે છે પરંતુ છેલ્લા ઘણા મહિનાઓ થી વડોદરા શહેર ના પશ્ચિમ વિસ્તારનું એક માત્ર સ્વિમિંગપુલ બંધ હાલત માં છે જો હાલ શિયાળા માં રીપેરીંગ કામ નહિ થાય તો આખું 2020 નું વર્ષ શહેર ના નાગરિકો આનો લાભ નહિ લઇ શકે જેથી
પશ્ચિમ વિસ્તાર ના નાગરિકો ને સ્વિમિંગ શીખવા માંગતા તરવૈયાઓ આવતી કાલે સવારે 9:00 વાગે સરદારબાગ ગાર્ડન અલકાપુરી ખાતે એકત્ર થઇ પોતાનો વિરોધ નોંધવાના છે અને સરકાર ને આ સ્વિમિંગપુલ ચાલુ કરાવા માટે ટિમ રિવોલ્યુશન દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી
આર્યનસિંહ ઝાલા વડોદરા
નૈતિક સમાચાર(NS NEWS)