ગુજરાત

ગેસ સિલિન્ડરની કિંમતમાં ૨૧.૫૦ રૂપિયાનો વધારો, તીવ્ર મોંઘવારી વચ્ચે લોકો પર વધારે બોજ ઝીંકાયો

ગેસ સિલિન્ડરની કિંમતમાં ૨૧.૫૦ રૂપિયાનો વધારો, તીવ્ર મોંઘવારી વચ્ચે લોકો પર વધારે બોજ ઝીંકાયો,

વર્ષ ૨૦૨૦ના પ્રથમ દિવસે જ સામાન્ય લોકો પર વધુ મોંઘવારી લાદી દેવામાં આવી છે. આજે પહલી જાન્યુઆરીથી સબસીડીવાળા ગેંસ સિલિન્ડરની કિમતમાં વધારો થઈ ગયો છે. સતત પાંચમાં મહિનામાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. મહાનગરોમાં આની કિંમતમાં પ્રતિ સિલિન્ડર ૨૧.૫૦ રૂપિયા સુધીનો વધારો થઈ ગયો છે. જ્યારે રેલવે દ્વારા યાત્રી ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે. દ્ધોસ સિલિન્ડરની કિમતમાં વધુ વધારો કરવામાં આવ્યા બાદ લોકોને તકલીફમાં વધારો થયો છે. મહાનગરોમાં ૧૪.૨ કિલોગ્રામવાળા ઇન્ડિયન ગેસની કિંમત ૨૨ રૂપિયા વધી ગઈ છે. ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનની વેબ સાઈટ પર ઉપલબ્ધ માહિતી મુજબ ૧૪.૨ કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડરની કિંમત દિલ્હીમાં ૭૧૪ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે કોલકતામાં આની કિંમત ૭૪૭ રૂપિયા થઈ છે. મુંબઈમાં ૬૮૪.૫૦ રૂપિયા થઈ છે. જ્યારે ચેન્નઈમાં આની કિમત ૭૩૪ રૂપિયા થઈ છે. ઓગસ્ટ મહિના બાદથી સ્થાનિક ગેસ કિમતમાં ૧૪૦ રૂપિયા સુધીનો વધારો થઈ ચુક્યો છે. ડિસેમ્બર મહિનામાં ૧૪.૨ કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં ૬૯૫, કોલકત્તામાં ૭૨૫.૫૦, મુંબઈમાં ૬૬૫ અને ચેન્નઈમાં ૭૧૪ રૂપિયા હતી. ઓગસ્ટના મહિનામાં ગેસ સિલિન્ડર આશરે ૬૨ રૂપિયા સસ્તો થયો હતો. ત્યારબાદ દર મહિને કિંમતમાં વધારો થયો છે. ઓગસ્ટ મહિનાથી જ સ્થાનિક ગેસ કિંમત આશરે ૧૪૦ રૂપિયા સુધી વધી ચુકી છે. ૧૯ કિલોગ્રામવાળા સિલિન્ડરની કિંમતમાં આશરે ૩૩ રૂપિયા સુધીનો વધારો થઈ ચુક્યો છે. પહેલી જાન્યુઆરીથી આ સિલિડરની કિંમત દિલ્હીમાં ૧૨૪૧ રૂપિયા, કોલકત્તામાં ૧૩૦૮.૫૦ રૂપિયા, મુંબઈમાં ૧૧૯૦ રૂપિયા અને ચેન્નઈમાં ૧૩૬૩ રૂપિયા હતી. ડિસેમ્બર મહિનામાં ૧૯ કિલોગ્રામવાળા સિલિડરની કિંમત ૧૨૧૧.૫૦ રૂપિયા, કોલકત્તામાં ૧૨૭૫.૫૦ રૂપિયા, મુંબઈમાં ૧૧૬૦.૫૦ રૂપિયા અને ચેન્નઈમાં ૧૩૩૩ રૂપિયા હતી. ગેસ સિલિડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યા બાદ પહેલીથી બજેટને લઈને પરેશાન થયેલા લોકોની ચિંતામાં વધારો થયો છે. સામાન્ય લોકો ઉપર વધુ બોઝ આવી શકે છે.

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button