જોખમી જગ્યા એ સેલ્ફી લેવી ભારે પડી શકે છે ! સેલ્ફી લેવા જતા યુવતી નદીમાં પડી ગઈ.
જોખમી જગ્યા એ સેલ્ફી લેવી ભારે પડી શકે છે !
સેલ્ફી લેવા જતા યુવતી નદીમાં પડી ગઈ.
સાબરમતી નદીમાં સેલ્ફી લેવા જતા યુવતી નદીમાં પડી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી યુવતીને બચાવી લીધી હતી. ગુરુવારે 7થી 8 યુવક યુવતીઓનું ગ્રૂપ વલ્લભસદન બોટીંગ સ્ટેશન પાસે રિવરફ્રન્ટ વોકવે પર ફરતા હતા. આ ગ્રૂપ પાળી પર ચડી સેલ્ફી લેતા હતા દરમ્યાનમાં ધરા રામી નામની એક યુવતી સેલ્ફી લેવા જતા નદીમાં પડી ગઈ હતી. ધરા રામી નામની યુવતી નદીમાં પડી ગઈ હતી. તેની સાથ રહેલા યુવક અને યુવતીઓએ યુવતી પડી જવાથી બુમાબુમ કરી હતી અને લોકો પાસે મદદ માંગી હતી. આ ઘટનાની જાણ થતા નજીકમાં રહેલા બોટિંગ અને ફાયર સ્ટેશનનાં જવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને યુવતીને બચાવી લીધી હતી.
આ ઘટનાથી હબકાઈ ગયેલું ગ્રુપે બુમાબુમ કરતા નજીકમાં બોટીંગ અને ફાયરના જવાનો દોડી આવ્યા હતા. તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અને યુવતીને બચાવી લીધી હતી. યુવતીને સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં લઈ જવાઈ છે જ્યાં તેની પ્રાથમિક પુછપરછ કરવામાં આવી હતી.
નૈતિક સમાચાર (NS NEWS)