ISIS ના વિચારોથી પ્રભાવીત ઝફર અલી ઉર્ફે ઉંમર નામના આતંકવાદી ને ગુજરાત ATS એ ઝડપી પાડ્યો
ISIS ના વિચારોથી પ્રભાવીત ઝફર અલી ઉર્ફે ઉંમર નામના આતંકવાદી ને ગુજરાત ATS એ ઝડપી પાડ્યો
ISISના વિચારોથી પ્રભાવિત તામીલનાડુના આતંકવાદી ઝફર અલી ઉર્ફે ઉંમરના સંપર્કમાં રહેલાં વડોદરાના 4 જેટલાં યુવકોને પણ એ.ટી.એસ. દ્વારા ઉપાડવામાં આવ્યા હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે.
ગુજરાતને બેઝ બનાવી આતંકવાદીઓ મોટો આતંકવાદી હુમલો કરવાનો ઇરાદો ધરાવતાં હોવાની માહિતી મળેલ છે!
ગુજરાત એ.ટી.એસ.ને ગુપ્ત એજન્સી માંથી માહિતી મળી હતી કે તામીલનાડુના કુલ 6 માથાભારે શખ્સો મૂળ રહેઠાણથી ફરાર થયેલા છે, હત્યા સહિતના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા 6 શખ્સો પૈકી કેટલાંક જેહાદ કરવાની વાતો કરતાં હોવાની તેમજ તેઓ કટ્ટર જીહાદિ વિચારધાર ધરાવતા અને ISISના વિચારોથી પ્રભાવિત હતાં તેવી વિગતો મળી રહી છે, અને તેઓ કોઈપણ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવાની પુરેપુરી સંભાવના ધરાવે છે એવી માહિતી ગુજરાત ATS ને મળી હતી,બેંગાલુરુમાંથી ઝડપાયા હતા હથિયારો 3 પીસ્ટોલ અને 90 રાઉન્ડ મળ્યા હતા,
માહીતીને આધારે ગુજરાત એ.ટી.એસ. દ્વારા ગુપ્ત બાતમીદારો અને ટેક્નિકલી તપાસ કરવામાં આવતાં તામીલનાડુથી ફરાર 6 માથાભારે શખ્સો પૈકીનો ઝફર અલી મહોમ્મદ હલીક (રહે તામીલનાડુ) વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગર કરોળિયા રોડ કેનાલ પાસે હોવાની ચોક્કસ બાતમી મળી હતી , તે છેલ્લાં 10 થી 15 દિવસથી વડોદરામાં હતો અને સ્થાનિક કટ્ટરપંથીઓનો સંપર્ક કરી આતંકવાદી પ્રવૃત્તિમાં તેઓને જોડી રહ્યો હતો તેવી વિગતો મળી હતી,
એ.ટી.એસ.ની ટીમ અને વડોદરા શહેર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગોરવા ના મધુનગર વિસ્તાર માંથી ઝફર અલીને ઝડપી પાડ્યો હતો. ઝફર અલી ગુજરાતમાં પોતાનું નવું મોડ્યુલ ચાલુ કરવા માટે આવ્યો હતો તેવી વિગતો પ્રાપ્ત થઈ હતી,
નૈતિક સમાચાર (NS NEWS)