ગુજરાત

વડોદરા પાદરા નજીક એમ્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતાં 5 કામદારોના મોત 15 થી વધુને ઇજા,

વડોદરા પાદરા નજીક એમ્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતાં 5 કામદારોના મોત 15 થી વધુને ઇજા,

3 કિ.મી. સુધી ધરતી ધ્રુજતા ભૂંકપ જેવો અનુભવ થયો, વડોદરા પાદરા નજીક ગવાસદ ગામ પાસે એમ્સ ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થતાં 5 કામદારોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં થતાં ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટના સ્થળે દોડી ગઇ છે. મૃતદેહોને અને ઘાયલોને પાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, 3 કિમી સુધી ધરતી ધ્રુજતા ભૂંકપ જેવો અનુભવ થયો હતો. રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી છે.

કંપનીમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઇ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગવાસદ ગામ પાસે આવેલી એમ્સ ઓક્સિજન કંપનીમાં હોસ્પિટલોમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડર્સ ભરવામાં આવે છે.

આ કંપનીમાં આજે સવારે 10 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. ત્યારબાદ બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઇ હતી. બ્લાસ્ટની આ ઘટનામાં 5 કામદારોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. હજુ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. જ્યારે 15થી વધુ કામદારો ઇજાગ્રસ્ત થયા છે.
હાઇડ્રોજન અને નાઇટ્રોજનના બોટલોને કારણે બ્લાસ્ટ થયાની ચર્ચા એમ્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં હાઇડ્રોજન અને નાઇટ્રોજનના બોટલો પણ રાખવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. જેને કારણે બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. કંપનીના પ્લાન્ટના પતરાની સિંલિગ તૂટી ધડાકો એટલો તિવ્ર હતો કે, 3 કિ.મી સુધી ધરતીકંપ જેવો અનુભવ થયો હતો. અને ગવાસદ ગામમાં ઘરના બારી બારણા અથડાયા હતા. અને વાસણો નીચે પડી ગયા હતા. આ ઉપરાંત જોરથી અવાજ પણ સંભળાયો હતો.

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button