ગુજરાતદેશ દુનિયા

બંદૂકધારીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું , જેમાં 2 મહિલાની હત્યા કરી ફરાર

વલસાડ જિલ્લામાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. વાપીના ચણોદ કોલોનીના એક મકાનમાં અજાણ્યા બંદૂકધારીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જેમાં 2 મહિલાની હત્યા કરી ફરાર થઈ જતાં જિલ્લાભરની પોલીસ દોડતી થઇ ગઇ હતી.

વાપીના ચણોદ કોલોનીના મહાકાલી મંદિરની નજીક સરકારી આવાસમાં મૂળ મહારાષ્ટ્રની રેખા બ્રહ્મદેવ મહેતા નામની એકવિધવા મહિલા એકલવાયું જીવન જીવતી હતી. છેલ્લા 10 દિવસથી મહારાષ્ટ્રથી તેની સહેલી દુર્ગા ખડસે તેના ઘરે રહેવા આવી હતી. બન્ને સહેલીઓ મકાનમાં ટીવી જોઇ રહી હતી તે દરમ્યાન નંબર પ્લેટ વગરની બાઈક પર 2 બુકાનીધારી શખ્સો આવ્યા હતા. જેમાંથીએક શખ્શ બંદૂક જેવા હથિયાર સાથે ઘરમાં પ્રવેશી ટીવી જોઈ રહેલી બન્ને સહેલીઓ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગની ઘટનામાં બન્ને મહિલાનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ચણોદ કોલોની જેવા ભરચક વિસ્તારમાં 2 મહિલાઓની હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં રેખા બ્રહ્મદેવ મહેતા નામની મહિલાનો પતિથોડા વર્ષ અગાઉ જ મૃત્યુ પામ્યો હતો. જોકે મહિલાને સંતાનમાં એક દીકરો છે, જે પરણિત હોવાથી તેની પત્ની સાથે અલગ રહે છે. મહિલાની બાળપણની ખાસ સહેલી દુર્ગા ખડસે પણ મહારાષ્ટ્રથી તેની સાથે રહેવા આવી હતી, ત્યારે અંધાધૂંધ ફાયરિંગમાં બન્ને મહિલાનું મોત નીપજ્યું હતું. પોલીસે તપાસ હાથધરતા ઘટના સ્થળ પરથી 3 ફૂટેલા કારતૂસ અને 3 જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા. જોકે હત્યાનું કોઈચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ પ્રાથમિક તપાસમાં કોઇ પારિવારિક વિવાદ હોય તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button