સુરતની રઘુવીર માર્કેટમાં ભીષણ આગ લાગી , 50 થી વધુ જેટલી ફાયર ની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી !
સુરતની રઘુવીર માર્કેટમાં ભીષણ આગ લાગી , 50 થી વધુ જેટલી ફાયર ની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી !
સુરતની રઘુવીર માર્કેટમાં ભીષણ આગ લાગી છે. આગની ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની આશરે 50 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગ બે કાબૂ બનતા ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. ફાયરની બ્રિગેડની ટીમ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવા માટેનાં પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. આગ એટલી બધી વિકરાળ લાગી છે કે તેના ધુમાડો કિલોમીટર દૂર જોવા મળી રહ્યા છે.
આ પહેલા પણ રઘુવીર માર્કેટમાં આગની ઘટના બની હતી. આ પહેલા આઠમી જાન્યુઆરીએ આગની ઘટના બની હતી. ત્યારે ફરીવાર રઘુવીર માર્કેટ આગની ઝપેટમાં આવી ગયુ છે.ત્યારે ફરીવાર રઘુવીર માર્કેટ આગની ઝપેટમાં આવી ગયુ છે. આગ ક્યા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે આગ વહેલી સવારે ચાર વાગ્યે લાગી હતી.
આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગે 3 હાઈડ્રોલિક ક્રેન, લેંડર મશીન ,બ્રાઉઝર મશીનની મદદ લીધી અને પાણીનો મારો ચલાવવ્યો પરંતુ આગ પર કાબૂ મેળવાયો નથી. આ કોમ્પલેક્ષના ત્રીજા અને ચોથા માળે આગે વિકરાળ સ્વરૂપ લીધું છે. આ માર્કેટમાં કાપડનો જથ્થો હોવાથી મોટી નુકસાન થઇ શકે છે. કહેવાય છે કે આ કોમ્પેલ્કમસાં 10મા માળે આગથી મોટી નુકસાની થઇ છે. માર્કેટમાં આવેલી મોટા ભાગની દુકાનો આગમાં પ્રસરી ગઇ છે. આ માર્કેટમાં 600 જેટલી દુકાનો આવેલી છે. દુકાનોમાં લગાવવામાં આવેલા એસીના કોમ્પ્રેસર ફાટવાના કારણે આગ વધુ લાગી રહી છે.
આગ પર કાબુ મેળવવામાં મુશકેલી પડી રહી છે,
નૈતિક સમાચાર (NS NEWS)