IOCL ની ક્રૂડ ઓઇલ લાઇન માથી ભંગાણ કરી ક્રૂડ ઓઇલ ની ચોરી કરવાના ગુના માં સંડોવાયેલા 4 આરોપી ની ધરપકડ કરવામાં આવી, મુખ્ય આરોપી લાલો પોલીસ પકડ થી દુર!!
IOCL ની ક્રૂડ ઓઇલ લાઇન માથી ભંગાણ કરી ક્રૂડ ઓઇલ ની ચોરી કરવાના ગુના માં સંડોવાયેલા 4 આરોપી ની ધરપકડ કરવામાં આવી, મુખ્ય આરોપી લાલો પોલીસ પકડ થી દુર!!
થોડા દિવસ આગવ વડોદરા ના કોયલી ખાતે આવેલ IOCL કંપની માંથી વિરમગામ જઇ રહેલી ક્રૂડ ઓઇલ ની લાઇન માં છેદ કરી ઓઇલ ચોરવાનું કૌભાંડ ઝડપાયું હતું
અનગઢ ગામ ના અઠીપુરા ના એક ખેતર માંથી ઇન્ડિયન રિફાઇનરી (IOCL) ની ઓઇલ ની લાઇન પસાર થાય છે, તે લાઇન માં ઓઇલ માફિયા દ્વારા છેદ કરી બીજી અન્ય પાઇપ લાઇન માં ઓઇલ પસાર કરી ઓઇલ ચોરી કરવામાં આવતું હતું, જેના મુખ્ય આરોપી અમરદીપસિંહ વિક્રમસિંહ ગોહિલ(ઉર્ફે લાલા) ને પોલીસે વોન્ટેડ જાહેર કરેલ,
ગત રોજ આ ગુના માં સંડોવાયેલા 4 આરોપીને પોલીસ દવારા પકડી લેવમાં આવ્યા છે, પકડાયેલા 4 આરોપીઓ માનો ભગવનસિંહ ઉર્ફે ભગી એ કુખ્યાત વોન્ટેડ આરોપી અમરદીપસિંહ (લાલા) ના કહેવા પ્રમાણે IOCL ની ક્રૂડ ઓઇલ ની લાઇન માં વાલ્વ બેસાડી થોડે દુર ટેન્કરો માં ઓઇલ ભરાવતો હતો, લાલો અને ભગી બંને આ ગુના માં ભાગીદાર છે,
આરોપીઓ ને પકડવા માટે નંદેસરી અને છાણી પોલીસ સ્ટેશન ના સર્વેલન્સ સ્ટાફ ની બે ટિમો બનાવમાં આવી હતી, ખાનગી બાતમી અને ટેકનીક સોર્સ ના આધારે ગુના માં સંડોવાયેલો મુખ્ય આરોપી અમરદિપસિંહ વિક્રમસિંહ ગોહિલ (ઉર્ફે લાલો) સાથે ક્રૂડ ઓઇલ ની લાઇન માં પંચર કરનાર તથા ભાગીદાર આરોપી ભગવાનસિંહ ભીમસિંહ ચૌહાણ (ઉર્ફે ભગી) સાથે ટેન્કર માં ઓઇલ ભરી હેરાફેરી કરનાર ડ્રાઈવર સાથે ખેતર માં સુરંગ બનાવી પાઇપ નાખનાર 2 ઈસમો સહિત કુલ 4 આરોપીઓ ને ધરપકડ કરવામાં આવી છે, અને ગુના માં સંડોવાયેલ બીજા આરોપીના વિશે પોલીસે પૂછપરછ હાથ ધરી, પોલીસે પકડાયેલા આરોપીઓ ને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી, આરોપીઓ ને નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે,
આરોપીઓ પાસે થી ગુના માં વપરાયેલ ડંફર (ટેન્કર), ફોર વિલર ગાડી, બાઇક, અને ચોરીમાં ગયેલ 750 લીટર ઓઇલ કબ્જે કરી ટોટલ 12,66790/- નો મુદ્દામાલ જપ્ત કરેલ
સાથે સાથે ઓઇલ ભરવા માટે વપરાતી પ્લાસ્ટિક ની પાઇપ અને એ મોટર પણ કબ્જે કરી છે,
પોલીસ દ્વારા આ ગુના માં બીજા અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે એની પૂછપરછ પકડાયેલા આરોપીઓ સાથે ચાલી રહી છે, આરોપી ના રિમાન્ડ આજ રોજ પોલીસ દ્વારા કોર્ટ માં હાજર કરી લેવામાં આવશે, સાથે વોન્ટેડ મુખ્ય આરોપી અમરદીપસિંહ લાલા ને પકડવા પોલીસ એ ચક્રો ગતિમાન કરેલ છે,
નૈતિક સમાચાર(NS NEWS)