ગુજરાતમનોરંજન

હાલોલ ગામના સામાન્ય પરિવારનો SSC પાસ યુવક બન્યો કાસ્ટિંગ ડાયરેક્ટર, હાલ બોલીવુડના મોટા કલાકારો સાથે કરી રહ્યો છે કામ !

હાલોલ ગામના સામાન્ય પરિવારનો SSC પાસ યુવક બન્યો કાસ્ટિંગ ડાયરેક્ટર, હાલ બોલીવુડના મોટા કલાકારો સાથે કરી રહ્યો છે કામ !

જીવનમાં સપના તો બધા જોતા હોય છે પરંતુ તેને પૂરી કરવાની તાકત ખૂબ જૂજ લોકો રાખતા હોય છે. તો વાત કરીએ હાલોલના એક એવા યુવકની જેણે બાળપણથી જ ડાયરેક્ટર બનવાનું સ્વપ્ન જોયું હતું. ખૂબ જ સામાન્ય પરિવારમાં જન્મેલો આ 10 પાસ યુવક આજે બોલીવુડના ઘણા નામાંકિત સિંગર્સ અને મ્યુઝીક ડાયરેકટર્સ સાથે કામ કરી રહ્યો છે.
વડોદરા પાસેના હાલોલ ગામનો જુબેર ઇન્દોરી ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
પોતાની કારકિર્દી વિશે તેમણે જણાવ્યું હતું કે, મેં 6 વર્ષ પહેલાં આસિસ્ટન્ટ ડાયરેકટર તરીકે મારી કારકિર્દીની શરૂઆત કરી હતી. મારા મારા માતા-પિતા ક્યારેય નહતાં ઇચ્છતા કે હું ડાયરેકટર તરીકે કારકિર્દી બનાવું. પરંતુ મારા સપનાંઓને માન આપી તેમણે મને દરેક બાબતે ઘણો જ સપોર્ટ કર્યો છે. અત્યાર સુધી મારા 5 વિડિયો લોન્ચ થયાં છે. મારી જર્નીમાં મને બોલીવુડના ઘણા કલાકારોએ સપોર્ટ કર્યો છે. તેમાં ખાસ એક્ટર એજાઝ ખાન (જે બિગબોસ-7ના કન્ટેસ્ટન્ટ રહી ચૂક્યાં છે.) તે મારા અંગત મિત્ર છે, તેમને મને દરેક પડાવ પર ખૂબ જ મદદ કરી છે.
આગળ જતાં મારે બોલીવુડમાં જ ડાયરેક્ટર તરીકે મારી કારકિર્દી ઘડવી છે.

આગામી સમયમાં 3 નવાં મ્યુઝિક વીડિયો લોન્ચ થશે…
વધુમાં તેમને ઉમેર્યું હતું કે, આગામી ટૂંક સમયમાં જ મારા 3 નવા વીડિયો અને એક શોર્ટ ફિલ્મ રિલીઝ થવાની છે. જેમાં ‘પ્યાર મેં તેરે’ મ્યુઝિક વીડિયોમાં શ્રેયા ઘોશાલ અને ઉદિત નારાયણે અવાજ આપ્યો છે. જ્યારે શોર્ટ ફિલ્મમાં એક્ટર ઋષભ રાણા અને મુન્ના ભાઈ એમબીબીએસમાં ડો.રુસ્તમ બનેલા એક્ટર મુખ્ય રોલમાં હશે.

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button