ગુજરાત

જયંત એગ્રો કંપની દ્વારા રામપુરા ની પ્રાથમિક શાળા ના બાળકો ને સ્કૂલ ગણવેશ અને રમતગમત ટ્રેકશૂટ નું વિતરણ કરવામાં આવ્યું,

વડોદરા ના ધનોરા ખાતે આવેલ જયંત એગ્રો કંપની દ્વારા રામપુરા ની પ્રાથમિક શાળા ના બાળકો ને સ્કૂલ ગણવેશ અને રમતગમત ટ્રેકશૂટ નું વિતરણ કરવામાં આવ્યું,

આજ રોજ વડોદરા ના રામપુરા પ્રાથમિક શાળા માં   વિદ્યાર્થીઓ ને સ્કૂલ ગણવેશ અને રમતગમત ના ટ્રેક શૂટ   નું વિતરણ કરવામાં આવ્યું હતું, ધનોરા રામપુરા  ગ્રામપંચાયત ના સરપંચ પ્રવીનસિંહ ની રજુઆત થી ધનોરા ખાતે આવેલ જયંત એગ્રો કંપની ના મેનેજમેન્ટ દ્વારા સ્કૂલ ના બાળકો માટે ગણવેશ અને ટ્રેક શૂટ આપવાનું નક્કી કરેલ,

જયંત એગ્રો કંપની ના મેનેજમેન્ટ માંથી ,અનિલ ત્રિવેદી ,મયંક ગઢવી, દિલીપ પટેલ,અને મિતેશ ડાભી આ કાર્યક્રમ ઉપસ્થિત રહી તેઓના હાથે સ્કૂલ ગણવેશ નું અને ટ્રેકશૂટ નું વીતરણ કર્યું હતું

સાથે સાથે ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી પ્રવીણસિંહ , સભ્ય સંજયભાઈ અને રમણભાઈ પણ આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા,

આજ રોજ જયંત એગ્રો કંપની દ્વારા આશરે 588 જેટલા સ્કૂલ ગણવેશ અને ટ્રેક શૂટ નું બાળકોમાં વિતરણ કરવામાં આવ્યું

રામપુરા પ્રાથમિક શાળા ના આચાર્યા હેમાંગીબેન પટેલ અને લાલભાઈ સાહેબે જણાવ્યું હતું કે અમારે ત્યાં 294 વિદ્યાર્થીઓ ની સંખ્યા છે એટલે કંપની દ્વારા અમારા વિદ્યાર્થીઓ કુલ 294 સ્કુલ ગણવેશ અને 294 રમતગમત ટ્રેક શૂટ નું વિતરણ કરેલ છે,

આચાર્ય એ વધુ માં જણાવેલ કે બાળકો રેગ્યુલર સ્કુલ ગણવેશ મા આવે છે હવેથી શનિવાર ના રોજ રમતગમત ના ટ્રેક શૂટ માં આવશે,

આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button