આશરે 42 લાખ ના ખર્ચે તૈયાર થયેલ ગુજરાત નો સૌથી ઉંચો રાષ્ટ્રધ્વજ આજે 26મી જાન્યુઆરી એ જ લહેરાવવામાં આવ્યો નથી !
આશરે 42 લાખ ના ખર્ચે તૈયાર થયેલ ગુજરાત નો સૌથી ઉંચો રાષ્ટ્રધ્વજ આજે 26મી જાન્યુઆરીએ જ લહેરાવવામાં આવ્યો નથી !
ગુજરાતમાં સૌથી ઉંચો તિરંગો ધ્વજ વડોદરામાં તા.૧૫મી ઓગસ્ટ 2017 લહેરાવ્યો હતો. વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સમા તળાવ ખાતે રૂ.૪૨ લાખના ખર્ચે તૈયાર કરેલ આ તિરંગો રાજ્યનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ સમા ખાતે લહેરાવવામાં આવ્યો હતો. જે વારંવાર ફાટી જતા તેને પાલીકા દ્વારા ઉતારી લેવામાં આવ્યો હતો. અને ત્યારબાદ માત્ર 26મી જાન્યુઆરી અને 15મી ઓગષ્ટે ફરાકવવાનુ તંત્ર દ્વારા નિર્ણય લેવાયો હતો.
ગત 26 જાન્યુઆરી એ તિરંગા ને આ રીતે લઈ જવાયો
ગત 26મી જાન્યુઆરી 2018 ના રોજ સમા ખાતેનો રાષ્ટ્રધ્વજ સાંજે 6 વાગ્યા બાદ ફાયર બ્રીગેડના જવાનો દ્વારા નિચે ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી. રાષ્ટ્રધ્વજને સલામી આપ્યાં વિના નિચે ઉતારવામાં આવ્યો હતો ! ત્યારબાદ રાષ્ટ્ર ધ્વજને નિયમ મૂજબ ફોલ્ડ કરવાનુ તો દુર પણ ડુચો વાળીને પ્લાસ્ટીકના પીપડામાં ભરવામા આવ્યો અને ફાયર બ્રીગેડની એમબ્યુલન્સમાં લઇ જવાયો હતો.
આજ રોજ પ્રજાસત્તાક દિન હોવા છતાં કોઈ કોર્પોરેશનના અધિકારી કે કોઈ નેતાઓ દ્વારા તિરંગા ને લહેરાવવા મા આવ્યો નથી,
શુ આ કલનાગરી વડોદરા ના નેતાઓ ની દેશ ભક્તિ ?
42 લાખ ના ખર્ચે તૈયાર થયેલ તિરંગા નું કેટલું અપમાન કરવામાં આવ્યું??
શુ કોર્પોરેશન ખાલી દેખાડો કરવા આ તિરંગો લગાવ્યો હતો?
આજ રોજ પ્રજાસત્તાક દિવસે તિરંગા ને નહીં લહેરાવી કોર્પોરેશને અને વડોદરા ના સત્તાધારી પક્ષે તિરંગા નું અપમાંન કર્યું હોય તેમ લાગી આવે છે!
જયારે અમે કોર્પોરેશન માં ટેલિફોનિક વાત કરી કારણ જાણવા નો પ્રયત્ન કર્યો ત્યારે કોર્પોરેશ ના ઉચ્ચ અધિકારીઓ નું કહેવું છે કે આ ધ્વજ વંદન નું તમામ કામ ફ્રાયબ્રિગેડ જોવે છે અને ફ્રાયબ્રિગેડ ના અધિકારી સાથે ટેલીફોનિક વાત કરતા તેમને જણાવ્યું કે આ તમામ કાર્ય કોર્પોરેશન મા આવે છે
આમ એકબીજા ના દોષ નો ટોપલો પહેરાવતા નજરે પડીયા પણ કોઈએ જવાબદારી સ્વીકારી નહીં…
જયહિંદ ભારત માતા કી જય
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)