ગુજરાતજીવનશૈલીદેશ દુનિયા

અઢી મહિના ની દીકરી ને જીવતી તળાવ માં ફેંકી, માતા એ જાતે દીકરી ગુમ થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી,

અઢી મહિના ની દીકરી ને જીવતી તળાવ માં ફેંકી, માતા એ જાતે દીકરી ગુમ થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી,

બેટી પઢાવ બેટી બચાવ નું સપનું ચકનાચૂર કરતી માતા,
માતા એ અઢી માસ ની દીકરી ને તળાવ માં ફેંકી દીધી,
કોઈ સપના માં પણ ના વિચારી શકે એવું કૃત્ય માતા દ્વારા કરવામાં આવ્યું,

વિગત એવી છે કે વડોદરા ના કોયલી ગામે બારોટ ફળિયા માં
રહેતા રમેશભાઈ ના પત્ની કલ્પનાબેન એ ગત રાત્રી એ સ્થાનિક પોલીસ સ્ટેશન માં ફરિયાદ નિધાવેલ કે તેઓની અઢી માસ ની દીકરી તેઓ ભંડારા માં ગયા ત્યારે ઘરે એકલી મૂકીને ગયેલ તે દરમિયાન ગુમ થઈ ગયેલ, જવાહર નગર પોલીસ ના પોલીસ ઇન્સ્પેકટર ભાવેશ શીંગરખિયા અને તેઓના સ્ટાફ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવેલ, ઘટના ની જાણ થતાં બી ડિવિજન ACP ,બી,એ, ચૌધરી પણ ઘટના સ્થળે પોહચ્યા હતા,
પોલીસ દ્વારા અલગ અલગ માહિતી ભેગી કરેલ, માહિતી આધારે પોકીસ ને ફરિયાદી માતા ઉપર શંકા જતા પોલીસ એ માતા ની ઊંડાણ પૂર્વક તપાસ કરતા ચોકવનારી વિગતો બહાર આવી, આજે વહેલી સવાર થીજ પોલીસ એ ગુમ અઢી વર્ષ ની દીકરીની માતા કલ્પનાબેન ની સઘન પૂછપરછ હાથ ધરતા ચોંકાવનારી માહિતી માતા એ આપી હતી,

પોલીસ ને માતા ની પૂછપરછ માં જાણવા મળ્યું કે રમેશભાઈ અને કલ્પનાબેન ને કુલ 4 દીકરી તો હતીજ અને અઢી માસ અગાવ પાંચ મી દીકરી નો જન્મ થયો, એટલે કુલ પાંચ દીકરી થઈ, માતા ને દીકરો જન્મવાની આશા હતી અને દીકરીના જન્મતા માતા નિરાશ થઈ હતી, અવારનવાર માતા ના મન માં અલગ અલગ પ્રકાર ના નેગેટિવ વિચારો આવતા હતા,

આરોપી માતા નો આર્થિક રીતે ઘણો ગરીબ પરિવાર માં પાંચ દીકરીઓ ના ભરણપોષણ માટે પણ માતા ને ચિંતા સતાવી રહી હશે??
દીકરીઓ વ્હાલ નો દરિયો છે માતા ને સમજણ માં ના આવ્યું??
શુ વધારે દીકરીઓ હોવાથી ઘર બોજ લાગ્યા કરે છે???

કલ્પનાબેન (આરોપી માતા) એ પોલીસ ને જણાવ્યું હતું કે 4 દીકરીઓ તો છેજ, અને મેં દીકરા ને જન્મ ના આપી શકી મારી ચારેય દીકરી ને હું ભાઈ ના આપી શકી એટલે ગુસ્સા અને આવેશ માં આવી ગત 26 મી જાન્યુઆરી ના રાત્રી ના સમયે મે પોતે પાંચ મી દિકરી જે અઢી માસ ની હતી તેને જીવતી તળાવ માં ફેંકી દીધેલ, આ સાંભળી ને પોલીસ પણ ચોંકી ઉઠી હતી,

પોલીસે એ આરોપી માતા ની માહિતી આધારે ફાયર બ્રિગેડ ને ઘટના સ્થળે બોલાવી અઢી માસ ની દીકરી ની શોધખોળ હાથ ધરી હતી, ફાયર બ્રિગેડ અને પોલીસ સ્ટાફ ના જવાનો દ્વારા ભારે જહેમત પછી અઢી માસ ની દીકરી નો મૃતદેહ કોયલી ગામ ના તળાવ માંથી કાઢવામાં આવ્યો હતો,

જવાહરનગર પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેકટર સાહેબ ભાવેશ શીંગરખિયા તળાવ માંથી બહાર કાઢેલ અઢી માસ ની ફુલ જેવી દીકરી ના મૃતદેહ ને ખોળા માં લઇ એમ્બ્યુલન્સ માં મુકતા દૃશ્યઓ જોઈ ગ્રામજનો અને પોલીસ પણ એક ઘડી ક્યાંકને ક્યાંક મનમાં ને મનમાં ભાવુક થયા હોય તેમ લાગી આવ્યું હતું,

આ ઘટના પગલે વડોદરા ના કોયલી ગામ ના ગ્રામજનો માં ભારે ચકચાર મચી ગઇ હતી, પોલીસે આરોપી માતા કલ્પનાબેન ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી.

આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button