ગુજરાત
ફાજલપુર અને વાસદ ખાતે મહીસાગર નદી ના તટે રબારી-માલધારી સમાજ નો મહાબીજ ઉત્સવ નો મેળો ભરાયો,
ફાજલપુર અને વાસદ ખાતે મહીસાગર નદી ના તટે રબારી-માલધારી સમાજ નો મહાબીજ ઉત્સવ નો મેળો ભરાયો,
મહીસાગર નદી કાંઠે હવન પૂજા કરી રબારી ઓ એ મહીસાગર નદીમાં દૂધ અર્પણ કર્યું હતું , મેળા માં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા લોકમાતા મહીસાગર માતાજી ના આશિર્વાદ લીધા હતા.
ફાજલપુર રબારી સમાજ મહીસાગર મંદિર ખાતે પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયોજન માં મોટી સંખ્યા માં રબારી સમાજ ના આગેવાનો અને અન્ય ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા,
વર્ષોથી ચાલતી આવતી પતમપરાગત પ્રમાણે મહીસાગર નદી ના કાંઠે મહા બીજ ના દિવસે લોક મેળો ભરાય છે,
આ મેળા નું મુખ્ય કેન્દ્ર વેરા ખાંડી હોવાથી ત્યાં પણ મોટી સંખ્યા માં રબારી સમાજ નો મેળો ભરાય છે,
મહીસાગર નદી માં મહીસાગર માતા ના આશીર્વાદ પ્રાપ્ત કરી હવન અને બીજી અન્ય સામાજિક વિધિઓ કરવામાં આવી હતી,
નૈતિક સમાચાર (NS NEWS)