ગુજરાતદેશ દુનિયા

તાંદલજાને શાહીનબાગમાં ફેરવાતા પોલીસે અટકાવ્યું , વડોદરા પોલીસની કામગીરીની ભારોભાર પ્રશંસા

તાંદલજાને શાહીનબાગમાં ફેરવાતા પોલીસે અટકાવ્યું , વડોદરા પોલીસની કામગીરીની ભારોભાર પ્રશંસા

સીએએ અને એનઆરસીના મામલે દિલ્હીના શાહીનબાગમાં હજુ પણ મામલો ગરમાયેલો છે ત્યારે ગુજરાતમાં પણ કેટલાક ચોકક્સ તત્વો દ્વારા શાહીનબાગની મોડેસ ઓપરેન્ડી અખત્યાર કરી રાજયનું વાતાવરણ ડહોળવાના એક નિંદનીય પ્રયાસનો વડોદરા પોલીસે આજે નિષ્ફળ બનાવ્યો હતો. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં સીએએ અને એનઆરસીનો દિલ્હીના શાહીનબાગ સ્ટાઇલમાં રાતો રાત તંબુ અને સ્ટેજ ઊભુ કરી વિરોધ કરવાનું શરૂ કરાયું હતુ, ખાસ કરીને મુસ્લિમ સમાજની મહિલાઓ વિરોધ પ્રદર્શનમાં આગળ આવી રહી હતી પરંતુ વડોદરા પોલીસે ભારે સૂઝબૂઝ અને સમયસૂચકતા દાખવી તાંદલજાને શાહીનબાગ બનતુ અટકાવવા તંબુમાં લાગેલી લાઇટોનું કનેક્શન કપાવી નાખ્યું હતું અને આજે મેદાનમાંથી તંબુ હટાવી દેતા મહિલાઓ ખુલ્લા મેદાનમાં બેસીને વિરોધ પ્રદર્શન કરવા મજબૂર બની હતી. પોલીસે સમગ્ર મામલે હાલ તો પરિસ્થિતિ કાબૂ મેળવી લીધો છે અને પરિસ્થિતિ ચાંપતી નજર રાખી રહી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સીએએ અને એનઆરસીને લઇને દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. દિલ્હીના શાહીનબાગમાં ગત તા.૧૫ ડિસેમ્બરથી મહિલાઓ બાળકો સાથે મુસ્લિમ સમાજ આ કાયદાના વિરોધ પ્રદર્શનમાં ઉતર્યો છે. તેના પડઘા બે દિવસ પહેલા વડોદરા શહેરમાં પણ પડ્‌યા હતા. વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલા સોદાગાર પાર્ક સ્થિત ખુલ્લા મેદાનમાં બે દિવસ પહેલા તંબુ અને સ્ટેજ ઊભુ કરીને સીએએ અને એનઆરસીનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ એકત્ર થઇ હતી. મહિલાઓએ બાળકો હાથમાં પ્લેકાર્ડ અને હક હમારા આઝાદી… હમ લે કે રહેંગે આઝાદીના નારા લગાવ્યા હતા. શુક્રવારે મોડી રાત સુધી શાહીનબાગ સ્ટાઇલમાં ચાલી રહેલો વિરોધ પ્રદર્શન શનિવારે પણ ચાલુ રહ્યો હતો. વડોદરામાં વિરોધ પ્રદર્શનને પગલે વડોદરા પોલીસ હરકતમાં આવી ગઇ હતી. વડોદરા પોલીસે શનિવારે સોદાગર પાર્કમાં લાગેલી તંબુની લાઇટો બંધ કરાવી દીધી હતી અને વિરોધ પ્રદર્શન કોઇ મોટુ સ્વરૂપ ધારણ ન કરણે તે માટે આજે પોલીસે તંબુ પણ હટાવી નાંખ્યા હતા. જોકે, મહિલાઓએ તેમનો વિરોધ ચાલુ રાખ્યો હતો. જોકે, પોલીસ દ્વારા ગુજરાતમાં વિરોધ પ્રદર્શનના ઓઠા હેઠળ વડોદરા શહેરની ખાસકરીને રાજયની શાંતિ ડહોળવાના પ્રયાસને નિષ્ફળ બનાવતાં રાજયના જાગૃત અને રાષ્ટ્રભકત નાગરિકોમાં વડોદરા પોલીસની ભારોભાર પ્રશંસા થતી જાવા મળી હતી. વડોદરા પોલીસની સમયસૂચકતા અને સતર્કતા ખરા અર્થમાં પ્રેરણારૂપ અને શાંતિની પહેલ કરનારા હોઇ તેની નોંધ લેવાઇ હતી.

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button