કોરોના હજુ બેકાબુ , ચીનમાં મોતનો આંકડો વધીને ૫૦૦ , કોરોના વાયરસથી ગ્રસ્ત લોકોની સંખ્યા ૨૪૭૦૦
કોરોના હજુ બેકાબુ , ચીનમાં મોતનો આંકડો વધીને ૫૦૦ , કોરોના વાયરસથી ગ્રસ્ત લોકોની સંખ્યા ૨૪૭૦૦
ચીનમાં ભારે હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસના કારણે મોતનો આંકડો વધીને હવે ૫૦૦ ઉપર પહોંચી ગયો છે. જ્યારે અસરગ્રસ્તની સંખ્યા રોકેટગતિથી વધીને ૨૪૭૦૦ ઉપર પહોંચી ગઇ છે. દરરોજ બે હજારથી પણ વધારે કેસ સપાટી પર આવી રહ્યા છે. ચીન સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા આ બેકાબુ બનેલા વાયરસ પર જંગી નાણાં ખર્ચ કરવામાં આવી રહ્યા હોવા છતાં તેના પર કાબુ મેળવી લેવામાં કોઇ સફળતા મળી નથી. હેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે કુલ અસરગ્રસ્ત દર્દીઓ પૈકી ૩૨૨૩ દર્દીઓની હાલત કફોડી અને ગંભીર બનેલી છે.આનો અર્થ એ થયો કે મોતનો આંકડો હજુ વધી શકે છે. બીજી બાજુ રિક્વર થયેલા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. આ સંખ્યા વધીને ૯૦૭ ઉપર પહોંચી ગઇ છે. ચીન સરકાર દ્વારા વાયરસના ફેલાવાને રોકવા માટે બનતા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ચીનમાં એક દિવસમાં મોતનો આંકડો ૬૦થી પણ વધુ વધી રહ્યો છે. ગઇકાલે ચોથી ફેબ્રુઆરીના દિવસે વધુ ૬૫ લોકોના મોત થયા હતા. સાથે સાથે માત્ર મંગળવારના દિવસે ૩૮૮૬ કેસો સપાટી પર આવ્યા હતા. જે સાબિત કરે છે કે કઇ રીતે આ વાયરસે આતંક મચાવી દીધો છે.ચીનમાં ખતરનાક સાબિત થઇ રહેલા કોરોના વાયરસના કારણે મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. ચીનમાં સાવેચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં હવે કોરોના વાયરસ બેકાબુ છે. નવા કેસોની સંખ્યા પણ રેકોર્ડ ગતિથી વધી રહી છે. કોરોના વાયરસે એક જ દિવસમાં મંગળવારે ૬૪ લોકોનો ભોગ લઇ લીધો હતો. ગયા વર્ષે વાયરસનો પ્રથમ કેસ સપાટી પર આવ્યા બાદથી વાયરસના કારણે મંગળવારના દિવસે સૌથી સવારે મોત થયા હતા. છેલ્લા બે દિવસમાં જ ૧૫૦થી વધુ લોકોના મોત થયા છે. સૌથી વધારે અસરગ્રસ્ત એવા વુહાનને દેશના બાકીના હિસાથી હાલ અલગ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ચીને પણ હવે કબુલાત કરી છે કે ફ્લુ જેવા ઇન્ફેક્શનને રોકવા માટે કેટલીક તકલીફ થઇ રહી છે. તેની પાસે પુરતા પ્રમાણમાં રોગને રોકવા માટે સાધન નથી. દવા પણ નથી. વિશ્વના ૩૩થી વધારે દેશો આ રોગના સકંજામાં આવી ગયા છે. બે ડઝનથી વધારે દેશોમાં આશરે ૧૫૦ કેસો સપાટી પર આવી ચુક્યા છે. બીજી બાજુ જુદા જુદા દેશો પોતાના નાગરિકોને ખસેડી લેવાની કવાયતમાં લાગેલા છે. કોરોના વાયરસના કારણે ચીનમાં જે વિસ્તારો સૌથી અસરગ્રસ્ત થયા છે તેમાં હુઆગાંગ, એઝાઓ, ચીબી, શિઆતાઓ, ઝિજિયાંગ, છિનજિઆંગ, લિચુઆન અને વુહાનનો સમાવેશ થાય છે. સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં યુબેઇ પ્રાંત છે. ચીનના જુદા જુદા શહેરોમાં ૬ કરોડથી વધારે લોકો હાલ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.કોરોના વાયરસને લઇને ઇન્ફેક્શન દુનિયાના દેશોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. કોરોના વાયરસ બેકાબુ છે અને મોતને આંકડો વધી રહ્યો છે. કોરોના વાયરસના કારણે ચીનના અર્થતંત્રને પણ મોટો ફટકો પડી ચુક્યો છે. પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે. લોકો પરત ફરી રહ્યા છે. ચીનની સામે હાલમાં સૌથી વિકટ Âસ્થતી ઉભી થઇ ગઇ છે. ચીનના બજારોમાં અભૂતપૂર્વ નુકસાન થયુ છે. અર્થતંત્રને સજીવન રાખવા માટે તમામ પ્રયાસ થઇ રહ્યા છે. જંગી નાણાં પણ ઠાલવી દેવામાં આવ્યા છે. જા કે હાલમાં સ્થિતિ નહીં સુધરે તેવા સંકેતો છે.
નૈતિક સમાચાર (NS NEWS)