બે મિત્રો એ મહિસાગર નદી માં ઝમ્પલાવી આત્મહત્યા કરી, બન્ને એક બીજાનો હાથ પકડી પોતાના મિત્રોને વીડિયો કોલીંગ કર્યું હતુ !
બે મિત્રો એ મહિસાગર નદી માં ઝમ્પલાવી આત્મહત્યા કરી, બન્ને એક બીજાનો હાથ પકડી પોતાના મિત્રોને વીડિયો કોલીંગ કર્યું હતુ !
સાવલી પાસે ના કનોડા-પોઇચા મહીસાગર નદીમાં બે યુવાનો એ અગમ્ય કારણો સર મહીસાગર નદી માં ઝમ્પલાવ્યું હતુ
સાવલી પાસે ના કનોડા-પોઇચા મહીસાગર નદીમાં બે યુવાનો એ અગમ્ય કારણો સર મહીસાગર નદી માં ઝમ્પલાવ્યું હતુ, વડોદરા ફાયરબ્રિગેડ રેસ્ક્યુ ટીમ ની યુવાનોને શોધખોળ માટે લેવાઈ હતી મદદ , મધ્યરાત્રી શુધી લાઈટ વ્યવસ્થા સાથે કરાઈ હતી બનને યુવાનો ની શોધખોળ પરંતુ યુવાનો નો કોઈ પત્તો રાત્રી ના સમયે મળ્યો નહતો, મધ્યરાત્રી સુધી તપાસ કરતાં કાઈ મળી ન આવતાં નદીના પટ માં ઘોરઅંધારા ના કારણે તપાસ અટકાવાઈ હતી ,આજે ફરી વહેલી સવાર થી વડોદરા ફાયરબ્રિગેડ ની રેસ્ક્યુ ટીમ એ હાથધરી હતી શોધખોળ, લોકટોળા ઉમટીપડ્યા સાવલી પોલીસ પણ ઘટનાસ્થળે , બે કલાક ઉપરાંત ની શોધખોળ બાદ બન્ને નવયુવકો ના મૃતદેહ શોધમાં મળી સફળતા , બન્ને યુવકો ના મૃતદેહ ને રેસ્ક્યુ ટીમ એ બહાર લાવી તપાસ અર્થે સાવલી પોલીસ ને સોંપ્યા , યુવકો ની આત્મહત્યા નું રહસ્ય અકબંધ
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, આણંદના ખોરવાડ ગામમાં રહેતા યુવરાજ નરેન્દ્રસિંહ ચૌહાણ(20) અને નિલેશ ભારતસિંહ ચૌહાણ (20) સાવલી સ્થિત મંજૂસર જીઆઇડીસીમાં નોકરી કરતા હતા. ગત રોજ સાંજે 6-30 વાગ્યાના અરસામાં બન્ને મિત્રો બાઇક લઇને સાવલી નજીક પોઇચા-કનોડા બ્રિજ પર પહોંચ્યાં હતા. બન્ને એક બીજાનો હાથ પકડી પોતાના મિત્રોને વીડિયો કોલીંગ કર્યું હતુ, અને ત્યારબાદ ચાલુ વીડિયોમાં બન્ને એક સાથે એક બીજાનો હાથ પકડી મહિસાગર નદીમાં ઝંપલાવ્યું હતુ. આ અંગે મિત્રોએ નિલેશ અને યુવરાજના પરિવારને જાણ કરી હતી. જેથી સ્થાનિક પોલીસ અને ફાયર બ્રીગેડ દ્વારા આ યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જ્યાં આજે વહેલી સવારે ફાયર બ્રીગેડના લાશ્કરોને નદીમાંથી બન્ને યુવકોના મૃતદેહ મળી આવ્યાં હતા.
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)