ગુજરાત

નેશનલ હાઇવે નં 8 ઉપર સાકરદા બ્રિજ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો, ઓક્સિજન બોટલ ભરેલી ગાડી કન્ટેઇનર માં અથડાઈ !

નેશનલ હાઇવે નં 8 ઉપર સાકરદા બ્રિજ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો, ઓક્સિજન બોટલ ભરેલી ગાડી કન્ટેઇનર માં અથડાઈ !

વડોદરા ના દેના ચોકડી પાસે અકસ્માત થતા ટ્રાફિક જામ થયું હતું, તેથી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે નું ટ્રાફિક નેશનલ હાઇવે નં 8 ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યું હતું, તેથી નેશનલ હાઇવે નં 8 ઉપર વાહનો ની અવરજવર માં વધારો થયો હતો, તેવામાં નેશનલ હાઇવે નં 8 ના સાકરદા ગામ પાસે હાઇવે ના બ્રિજ ઉપર એક કન્ટેનર ટ્રક નું ટાયર ફાટતા ટ્રક ડ્રાઈવર એ ટ્રક ની બ્રિજ ઉપર ઉભી કરી દીધી હતી,
નેશનલ હાઇવે નં 8 માં વધુ પડતું ટ્રાફિક સાથે એક બોલેરો પિકઅપ ગાડી ઓક્સિજન ના બોટલ ભરવા અમદાવાદ થી મંજુસર જઇ રહેલ, બોલેરો ગાડી બ્રિજ ચડતા ની સાથે પાછળ થી આવતા આઇસર ગાડી ના ડ્રાઈવર એ ટ્રીરિંગ પરથી કાબુ ગુમાવતા બોલેરો ગાડી પાછળ અથડાતા બોલેરો ગાડી જે ઓક્સિજન ના બોટલ ભરેલી હતી તે સીધી બ્રિજ ઉપર ઉભેલા કન્ટેનર પાછળ અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જો કે અકસ્માત પગલે આઇસર ડ્રાઈવર ગાડી લઈને ફરાર થઈ ગયો હતો, સદનસીબે અકસ્માત માં કોઈ મોટી જાણ હાનિ પોહચી ના હતી,
અકસ્માત માં બોલેરો પિકઅપ ગાડી અમદાવાદ ની એક ખાનગી ઓક્સિજન ગેસ કંપની માંથી ઓક્સિજન ભરવા બોટલ ભરી મંજુસર તરફ જઈ રહી હતી, અને દેના ચોકડી અકસ્માત સર્જાતા ડાયવર્ટ થયેલ કન્ટેઇનર મુરદાબાદ થી મુંબઈ તરફ જઈ રહ્યું હતું,
અકસ્માત ની જાણ થતાં હાઇવે ઓર્થોરિટી ના અધિકારીઓ સાથે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પોહચ્યા હતા,

આર્યનસિંહ ઝાલા

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button