ગુજરાત

દેણા ચોકડી પાસે કેમિકલ ભરેલુ ટેન્કર પલટી ખાતા નેશનલ હાઇવે પર 10 કિ.મી.નો ટ્રાફિકજામ, મુસાફરો અટવાયા,

દેણા ચોકડી પાસે કેમિકલ ભરેલુ ટેન્કર પલટી ખાતા નેશનલ હાઇવે પર 10 કિ.મી.નો ટ્રાફિકજામ, મુસાફરો અટવાયા,

વડોદરા નજીક નેશનલ હાઇવે પર જ્વલનશિલ ક્લોરોફોર્મ કેમિકલ ભરેલુ ટેન્કર પલટી ખાઇ જતા નેશનલ હાઇવે પર 10 કિ.મી. લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. ફાયર બ્રિગેડ દ્વારા 15 જેટલા ટેન્ડર ફર્મનો મારો ચલાવવામાં આવ્યો હતો. જેને પગલે દુર્ઘટના ટળી હતી. જોકે ટ્રાફિકજામને પગલે જેને પગલે વાહનચાલકો અટવાઇ ગયા છે. અમદાવાદથી આવતા વાહનનોને વડોદરા શહેર તરફ ડાઇવર્ટ કરવામાં આવ્યા છે. જેથી વડોદરા શહેરના સમા-સાવલી રોડ ઉપર પણ ટ્રાફિકજામ સર્જાયો છે.
અમદાવાદથી સુરત તરફ જતી જ્વલનશિલ ક્લોરોફોર્મ કેમિકલ ભરેલુ ટેન્કર દેણા ચોકડી પાસે સવારે 6:30 વાગ્યાની આસપાસ પલટી ખાઇ ગયુ હતું. જેને પગલે ટેન્કરમાંથી ક્લોરોફોર્મ કેમિકલ લીકેજ થવા લાગ્યું હતું. ઘટનાની જાણ થતાં જ દરજીપુરા ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને 15 જેટલા કર્મચારીઓની ટીમે સતત ફર્મનો મારો ચલાવવાનું શરૂ કરી દીધુ હતું. અને અમદાવાદથી સુરત તરફનો રસ્તો પર બંધ કરાવી દીધો હતો. અને અમદાવાદથી આવતા વાહનોને વડોદરા શહેરમાં ડાયવર્ડ કરી દેવામાં આવ્યા હતા. જેથી વડોદરાના સમા-સાવલી રોડ ઉપર પર ટ્રાફિકજામ સર્જાયો હતો. અને નેશનલ હાઇવે ઉપર એક્સપ્રેસ હાઇવેથી નેશનલ હાઇવે સુધી 5 કિ.મી. અને દેણાથી સુરત તરફ 5 કિ.મી. મળીન 10 કિ.મી. જેટલો ટ્રાફિકજામ થઇ ગયો હતો.
નેશનલ હાઇવે પરથી ટેન્કરને હટવવા માટે 6 ક્રેનોને કામે લગાવવામાં આવી છે. ટેન્કર પલટી ખાઇ ગયુ હોવાથી તેને સીધુ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ ક્લોરોફોર્મ કેમિકલ પડેલુ હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વધુ માં નેશનલ હાઇવે નં 8 ઉપર સાકરતા બ્રિજ ઉપર પણ અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ ના ધ્રસ્યો જોવા મળ્યા હતા, દેના ચોકડી અકસ્માત પગલે દેના ચોકડી થી હાઇવે નં 8 ના દસરથ ગામ સુધી ટ્રાફિક જામ થયો છે, વધુમાંદરજીપુરા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર હર્ષવર્ધન પુવારે જણાવ્યું હતુ કે, ટેન્કર પલટી ખાઇ ગયો હોવાનો કોલ મળતા જ અમે સ્થળ પર પહોંચી ગયા હતા. અને જ્વનલશિલ કેમિકલ હોવાથી અમારી ટીમે સતત ફર્મનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો,

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Check Also
Close
Back to top button