ગુજરાત

વડોદરા ના રઢીયાપુરા ગામ માં ગ્રામ વિકાસ સમિતિ ટ્રસ્ટ દ્વારા 14 મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો

વડોદરા ના રઢીયાપુરા ગામ માં ગ્રામ વિકાસ સમિતિ ટ્રસ્ટ દ્વારા 14 મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો

નંદેશરી પાસે આવેલ રઢીયાપુરા માં ગ્રામ વિકાસ સમિતિ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું,

આ 14 માં સમૂહ લગ્ન મહોત્સવ માં અલગ અલગ ગામડાઓ માંથી કુલ 21 જેટલા નવદંપતિઓએ પ્રભુતાના પગલાં પાડ્યા હતા,

આ સમૂહલગ્ન મહોત્સવ માં નંદેશરી GIDC ના ઘણી કંપનીઓ ના માલિકો અને વડોદરા ના સામાજિક આગેવાનો તથા આજુબાજુ ના ગામો ના સરપંચ શ્રી ઓ એ હાજરી આપી નવદંપતિ ને આશીર્વાદ આપ્યા હતા,
સાથે સાથે ઘણા યુવક મંડળો દ્વારા આ 14 માં સમૂહ લગ્નમહોત્સવ માં સેવા આપવામાં આવી હતી.

આ 14 માં સમુહ લગ્નોત્સવમાં જીવનની કેડી પર પગરવ માંડતા નવયુગલોને આશિર્વાદ આપવા મોટી સંખ્યામાં સમાજના ભાઇઓ- બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ દાતાઓ દ્વારા ગૃહઉપયોગી ચીજ વસ્તુઓનું કન્યાદાન કરાયું હતું.


આવેલ તમામ મહાનુભાવો તથા મહેમાનો નું સ્વાગત ફૂલ અને શાલ ઓઢાડી કરવામાં આવ્યું

મુખ્ય આયોજક શ્રી રતનસિંહ પઢીયાર એ જણાવ્યું હતું કે
દર વર્ષ ના જેમ આ વર્ષે 2020 માં પણ 21 દિકરીઓને પરણાવવાનું આયોજન અમારી ગ્રામ વિકાસ સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજન કરેલ,
અમારી સંસ્થા દ્વારા અત્યાર સુધી સમૂહલગ્નના આયોજન દ્વારા 392 દિકરીઓને પરણાવી સમાજમાં એક મહત્વનું યોગદાન આપેલ છે.

ગ્રામ વિકાસ સમિતિ ટ્રસ્ટ દ્વારા આવા અનેક સામાજિક કાર્યક્રમો અને મહોત્સવો કરવામાં આવે છે,

આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button