ગુજરાત

રનોલી પાસે હાઇવે ઉપર બસ એ મારી રીક્ષાને ટક્કર, અકસ્માત માં એક નું મોત ! રિક્ષા માં સવાર હતો એકજ પરિવાર!

રનોલી પાસે હાઇવે ઉપર બસ એ મારી રીક્ષાને ટક્કર, અકસ્માત માં એક નું મોત ! રિક્ષા માં સવાર હતો એકજ પરિવાર!

રનોલી થી પદમલ વચ્ચે નેશનલ હાઇવે 8 ઉપર અકસ્માત સર્જાયો હતો, વિગત એવી છે કે રનોલી IPCL GATE NO 5 પાસે એક નાની હોટેલ ચલાવી ગુજરાણ કરતા પરિવારે એક રીક્ષા ઘરે થી હોટેલ આવવા જવા માટે ભાડે રાખી હતી,
દરોજ ના જેમ ગત રાત્રી એ પણ આ હોટેલ ચનાવનાર લક્ષ્મી બેન આશરે સાંજે 11 વાગ્યા ની આસપાસ હોટેલ બંધ કરી
તેમના 3 સંતાનો અને પતી સાથે રીક્ષા માં બેસાડી પોતાના ઘરે સાકરતા જવા નીકળ્યા હતા ,એ સમયે રનોલી એસ્સાર પેટ્રોલપમ્પ ની સામે હાઇવે ઉપર પુરઝડપે આવી રહેલી એક લકઝરી બસ એ રીક્ષા ને જોરદાર ટક્કર મારી હતી, અકસ્માત થતા ની સાથે લકઝરી બસ નો ડ્રાઈવર હાઇવે ઉપર અકસ્માત કરી બસ મૂકી ફરાર થઈ ગયેલ, આ અકસ્માત પગલે લક્ષ્મીબેન સાથે તેમના સંતાનો અને રીક્ષા ડ્રાઈવર તેમના પતિ રોડ ઉપર ફંગોડાયા હતા, અકસ્માત માં જલ્પાબેન નો એક દીકરો ને માથા ના ભાગે ગંભીર રીતે ઘવાયો હતો, અને બીજા અન્ય સંતાનો અને જલ્પાબેન ને ફ્રેકચર અને નાની મોટી ઇજાઓ પોહચી હતી,
અકસ્માત પગલે રસ્તા ઉપર રાહદારીઓ અને સ્થાનિકો દોડી આવ્યા હતા, 108 એમ્બ્યુલન્સ ને ફોન કરી જાણ કરતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પોહચી હતી, અકસ્માત માં ઘાયલ ને સારવાર અર્થે SSGH હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ત્યાં તબીબે જલ્પાબેન ના ગંભીર રીતે ઘવાયેલા નાના દીકરા ધર્મેદ્ર ને મૃત જાહેર કરેલ,

પોલીસ ઘટના સ્થળે પોહચી લકઝરી બસ જેનો નંબર GJ03AZ6300 ના ચાલાક ઉપર ગુનો નોંધી તપાસ હાથ ધરી,

આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button